તૂટી પડેલા વીજતારને કારણે કરંટ લાગતા યુવકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસ અગાઉ રાત્રીના ભારે પવન સાથે વરસાદ વરસતા નવાગામ પાસે વાવાઝોડામાં પતરા ઉડી જતા વરસાદ થી બચવા માટે બીજી ઓરડી માં જવા જતા ચાલુ વીજપુરવઠો વાળા વાયર જમીન દોસ્ત થતા કંરટ લાગી જતા યુવાનનુ મોત નીપજયુ હતુ.

મુળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જીલ્લાના દરકલી ગામના વતની અને હાલ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં ચુનીભાઈ ગજેરાના ગોડાઉનમાં કમાભાઈ પ્રેમસિંહ તોમર(18) પરિવાર સાથે રહેતો હતો.બે દિવસ અગાઉ મોડીરાત્રીના અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વાવાઝોડા સાથે વરસાદ આ‌વતા કમાભાઈની ઓરડીના પતરા ઉડી જતા વરસાદ થી બચવા માટે બીજી ઓરડીમાં જવા જતા વાવાઝોડાના કારણે ચાલુ વીજપુરવઠા વાળો વીજતાર પાણીમાં પડેલો હોવાથી રાત્રીના અઘારામાં ન દેખાતા પગ પાણીમાં પડતા જ કરંટ લાગતા પડી જતા વીજપુરવઠો પણ બંઘ થઈ ગયો હતો.સારવાર માટે કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા ફરજ પરના તબીબે મુત જાહેર કરતા કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...