• Gujarati News
  • National
  • રાયમ ગામે વીજ થાંભલા પર લટકી યુવકનો આપઘાત

રાયમ ગામે વીજ થાંભલા પર લટકી યુવકનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | બારડોલીતાલુકાનાં રાયમ ગામની સીમમાં રુવા ભરમપોર રોડ પર ઇલેક્ટ્રીક થાંભલા સાથે ગળે ફાંસો ખાઈ 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર શનિવારે સવારે રાયમથી રૂવા ભરમપોર રોડ પરથી પસાર થતાં લોકોએ વીજળીના થાંભલા સાથે લાશ લટકતી જોઈ હતી. કોઇકે બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી લાશ નીચે ઉતારી હતી અને મૃતકની ઓળખની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન લાશ કામરેજ તાલુકાનાં ઓરણા ગામે કોલોની ફળિયામાં રહેતા જયેશ રવજી રાઠોડ(26)ની હોવાનું જાણવા મળ્યું હતું. તેણે શુક્રવારે મધરાત બાદ રાયમ નજીક ઇલેક્ટ્રીક થાંભલા સાથે પટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જયેશ અસ્થિર મગજનો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...