• Gujarati News
  • National
  • દુકાનદારની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતો ઈસમ આખરે ઝડપાયો

દુકાનદારની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતો ઈસમ આખરે ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનામોતા ગામે રહેતો યુવાન દુકાનો ઉપર માલસામાન લેવાના બહાને જઈ દુકાનદારને નજર ચૂકવી મોબાઇલની ઉઠાંતરી કરતો રીઢો ચોર સુરત જિલ્લા એલસીબીએ બાતમીના આધારે 1.86 લાખના 19 મોબાઈલ સાથે ઝડપી પડ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જિલ્લા એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોતા ગામે બજારમાં રહેતો વિજય ઉર્ફે ...અનુસંધાન પાના નં. 2

અગાઉ રોકડની ચોરીના ગુનામાં ઝડપાયો હતો

વિજયગુપ્તા દ્વારા મહુવા, બારડોલી, કામરેજ, કડોદરા જેવા વિસ્તારમાં દુકાને માલસામાન લેવાના બહાને દુકાનદારની નજર ચૂકવીને મોબાઇલની ઉઠાંતરી કરતો હોવાનું કબૂલ્યું હતું. વિજય ગુપ્તા અગાઉ દોઢવર્ષ પહેલા બારડોલી સરભોણની દુકાનમાં રોકડા રૂપિયાની ચોરીના ગુનામાં પણ પકડાયો છે.

મોતાનો યુવક 1.86 લાખના મુદ્દામાલ સાથે પકડાયો

અન્ય સમાચારો પણ છે...