તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kamrej
  • રાત્રે જમીને રૂમની બહાર સૂઇ ગયેલો યુવક સવારે મૃત મળ્યો

રાત્રે જમીને રૂમની બહાર સૂઇ ગયેલો યુવક સવારે મૃત મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘલા પાટીયા પાસે કલર કામ કરતો યુવાન સાંજના કામ કરીને રૂમની બહાર સુતેલા યુવાનને સવારે સાથે કામ કરતા યુવાન ઉઠાડવા જતા મૃત હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ ઝારખંડ ડુન્ડી ગડાનો વતની અને હાલ કામરેજ તાલુકાના ઘોરણપારડી ગામની સીમમાં ઘલા પાટીયા ટોરેન્ટ પાવરની સામે રૂમમાં રહેતો સુરજ મનોજ પ્રઘાન (19) તથા સાથે કામ કરતા પંકજ મોહતો અને લંગડા પુરાવ સાંજે કામ પરથી આવતા શાકભાજી લેતા રૂપિયા જરૂર પડતા મનોજને એટીએમમાંથી રૂપિયા લાવવાનું કહેતા તે ગયો હતો.રાત્રીના 10.00 કલાકે રૂમ પર આ‌વતા સાથે કામ કરતા બંનેએ મનોજને જમવાનું કહેતા તે ન જમીને રૂમની બહાર સુઈ ગયો હતો. સવારે 6.00 કલાકે પંકજે મનોજને ઉઠાડતા ન ઉઠ્યો ન હતો. જેથી આ અંગે કલરકામ કરતા શેઠને ફોન કરી કરતા તેમના દ્વારા આ અંગે 108ને માહિતી આપવામાં આવી હતી. જેથી 108 સ્થળ પર આવી તપાસ કરતા મનોજને મૃત હાલતમાં હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...