• Gujarati News
  • કડોદરામાં બગડેલી ટ્રકના માલિકને માર મારી લૂંટી લેતા ત્રણ લૂંટારુઓ

કડોદરામાં બગડેલી ટ્રકના માલિકને માર મારી લૂંટી લેતા ત્રણ લૂંટારુઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલીસુગરમાં શેરડીના વાહતુક માટે ફરતી ટ્રકનું એન્જિન કડોદરા ચાર રસ્તા નજીક નેહા નંબર 8 ઉપર હનુમાનજી મંદિરની સામે બેસી જતાં ટ્રકના માલિક રાત્રિ દરમિયાન ટ્રકમાં રોકાયો હતો. ત્યારે શુક્રવારની મધરાત્રિએ 3.30 વાગ્યાના અરસામાં ગુજરાતી ભાષા બોલતા ત્રણ ઈસમોએ ટ્રક નજીક આવી ટ્રકના રિપેરિંગનો સામાન ચોરી કરવાનો પ્રયાસ કરતાં માલિકે તેને અટકાવતાં ત્રણે ઈસમોએ ટ્રકના ચાલકને મારમારી ગળાના ભાગે પ્લાસ્ટિકની પટ્ટીવડે ફાસો આપવાનો પ્રયત્ન કરી ખિસ્સામાંથી 10450 રૂપિયા રોકડાની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

અંગે પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મુળ ભાવનગરના તરાજા તાલુકાના ડકાના ગામના વતની અને હાલ નવસારી જિલ્લાના મરોલી સુગર ફેક્ટરી ખાતે રહેતા મુકેશભાઈ નાનુભાઈ બારીયાનાઓની (GJ-3U-5519)નંબરની ટ્રક છે. અને ટ્રકમાં તેઓ ભરૂચ જિલ્લાના હલદરુ ગામથી શેરડી ભરીને મરોલી સુગર ખાતે પહોંચાડે છે. ગત 9મી એપ્રિલના રોજ શેરડી ભરીને મરોલી જવા નીકળ્યા હતાં ત્યારે કામરેજ તાલુકાના ઉંભેળ ગામે તેમની ટ્રકમા બે ટાયરો ફાટી જતાં મુકેશભાઈએ તેમના સંબંધી પાસે બે ટાયર લઈ 10મીના રોજ મરોલી સુગર ખાતે જવા રવાના થયા હતાં ત્યારે નેશનલ હાઈવે નં 8 ઉપર કડોદરા ખાડીનો પુલ ક્રોસ કર્યા બાદ કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર નજીકથી પસાર થતા હતાં ત્યારે તેમના ટ્રકનું એન્જિન બંધ પડી ગયું હતું.

તેઓ ત્યાંજ રોકાઈ ગયા હતાં. અને મરોલી સુગરમાં અંગે તેમણે ફોન કરી જાણ કરી હતી. રાત્રિના 2.30 કલાકે તેઓ ટ્રકની બહાર ઊભા હતાં ત્યારે 20થી 25 વર્ષના 3 અજાણ્યાઈસમો મુકેશભાઈ પાસે કડોદરા તરફથી ચાલતા ચાલતા આવ્યા હતાં. એક ઈસમે સ્થાનિક ગુજરાતી ભાષામાં મુકેશભાઈને પુછ્યુ હતું કે તમારી ટ્રકમાં શું થયું છે. જેથી મુકેશભાઈએ એન્જિન ખરાબ થઈ ગયું હોવાનું જણાવતાં ત્રણે શખ્સો ત્યાંથી આગળ ચાલવા માંડ્યા હતાં.

઼થોડીવારમાં પરત તેઓ ટ્રક નજીક આવ્યા હતાં અને ટ્રક નીચે પડેલો ટ્રકનો સામાન લઈ જવાનો પ્રયત્ન કરતાં હતા આથી મુકેશભાઈએ તેમને અટકાવ્યા હતાં.

ત્રણ વ્યક્તિઓએ મુકેશભાઈને ઉંચકી લઈ રોડની બાજુમાં આવેલી ફૂટપાટ ઉપર દબાવી દીધા હતાં. અને ત્યાંથી ખેંચીને રોડની બાજુના ખાડા તરફ લઈ ગયા હતાં. જ્યાં પડેલ એક પ્લાસ્ટિકની પટ્ટીવડે મુકેશભાઈના ગળે ટૂંપો આપવાનો પ્રયત્ન કર્યા બાદ તેમના ખિસ્સામાંથી 450 રૂપિયા ભરેલ પાકીટ અને ચોર ખિસ્સામાંથી 10,000 રૂપિયા રોકડા મળી 10,450 રૂપિયાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતાં. મુકેશભાઈએ મરોલી સુગરના બે અન્ય કર્મચારીઓની મદદથી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરતા કડોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી મુકેશભાઈને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં.

સારવાર લઈ રહેલા મુકેશબાઈએ લૂંટની ફરિયાદ આપતાં પોલીસે અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રીતે મળ્યાં ટ્રકના માલિક મુકેશભાઈ

ત્રણલૂંટારુઓમુકેશભાઈ સાથે બળજબરી કરી રૂપિયા કઢાવતાં હતાં ત્યારે મરોલી સુગરના કર્મચારી ભરતભાઈ તેમજ અન્ય એક કર્મચારી ત્યાં આવીને મુકેશભાઈને શોધવા લાગ્યા હતાં અને ટ્રકની બાજુબાજુ મુકેશભાઈ નહીં દેખાતા મુકેશભાઈ તમે ક્યાં છો જેથી મુકેશભાઈએ નીચેથી બૂમ પાડી તેમની સાથે થયેલી ઘટના અંગે જાણ કરતાં ભરતભાઈ નીચે તરફ જતાં ત્રણે લૂંટારુ ત્યાંથી ભાગી છૂટ્યા હતાં.

લૂંટારુઓ કેવા દેખાતા હતા

ત્રણેલુંટારુપૈકી એકે હાફપેન્ટ અને ટીશર્ટ પહેરેલી હતી અન્ય એકે જીન્સ અને ટીશર્ટ પહેરેલ હતી અને એક લૂંટારુએ નાઈટ શુટનો ટ્રેક પેન્ટ પહેરેલો હતો અને સ્થાનિક ગુજરાતી ભાષા બોલતાં હતાં. ત્રણેની ઉંમર 20થી 25 વર્ષની હોવાનું મુકેશભાઈએ પોલીસને જણાવ્યું હતું. પોલીસને લૂંટના ગુનામાં સ્થાનિક ભંગાર ચોરી કરતાં તત્ત્વોની સંડોવણી હોય માટે પોલીસે દિશામાં તપાસ શરૂ કરી છે.