• Gujarati News
  • રિક્ષામાં મુસાફરને લૂંટનારા ચાર ઝડપાયા

રિક્ષામાં મુસાફરને લૂંટનારા ચાર ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોર્યાસીતાલુકાના કુંભારિયા ગામે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશનો યુવાન સારોલી ગામેથી એક રિક્ષામાં બેસીને કુંભારિયા ગામે આવતો હતો ત્યારે રિક્ષા ચાલક તથા અન્ય બેઠેલા ત્રણ વ્યક્તિઓએ કાવતરું રચી યુવાનના ખિસ્સામાંથી 4200 રૂપિયા ભરેલું પાકીટ કાઢી લીધુ હતું. બાબતે ધ્યાન આવતાં યુવાને કુંભારિયા ગામેથી પોતાના ઘરેથી મોપેડ લઈ રિક્ષાનો પીછો કરતાં કડોદરાથઈ રિક્ષા કામરેજ જતી હતી, ત્યારે વલથાણ ગામે યુવાને રિક્ષાને આંતરતા રિક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓએ યુવાનને મારમારી તેના ખિસ્સામાંથી વધુ 500 રૂપિયાની લૂંટ કરી ભાગી છુટ્યાની ઘટના બાદ યુવાને કામરેજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ પોલીસની સતર્કતા અને લૂંટનો ભોગ બનનારની સતર્કતાથી ચારે લૂંટારુ ઝડપાઈ ગયા હતા.

અંગે કામરેજ પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામે નેચરબેલી એપાર્ટમેન્ટમાં રહેતા રમાશંકર શિવપ્રસાદ પાંડે મૂળ રહે. ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના સુરવાડા ગામના વતની છે. હાલ તેઓ સારોલી ગામે હરિઓમ ઈન્ડસ્ટ્રીઝના અવધ ખાતામાં સારી તેમજ શુટ ઉપર લેશની સીલાઈ કરવાનું કામ કરે છે. શનિવારના રોજ રમાશંકર પોતાની સાળી પ્રીતિબહેન સાથે એક્ટીવા સાથે સારોલી ખાતે નોકરી પર ગયા હતાં. અને દરમિયાન તેના ઉપર ફોન આવ્યો હતો કે આપણા ઘરે મહેમાન આવ્યા છે. જેથી રમાશંકર કંપનીમાંથી કુંભારિયા ખાતે આવવા માટે રોડ ઉપર આવ્યા હતાં.

ત્યાંથી એક રિક્ષામાં બેઠા હતાં. શરૂઆતમાં રિક્ષામાં આગળ બેઠા બાદ ચાલકે તેને પાછળ બેસવા જણાવ્યું હતું. જ્યાં ત્રણ પેસેન્જરો અગાઉથી બેઠા હતાં. અને કુંભારિયા આવતાં રમાશંકર જેવો રિક્ષામાંથી ઉતર્યો તેવો ભાડાના પૈસા વગર રિક્ષા ચાલક રિક્ષા હંકારી જતાં રમાશંકરે ખિસ્સામાં તપાસ કરતાં 4200 રૂપિયા ભરેલું તેનું પર્સ ગાયબ હતું. જોકે, દરમિયાન તેણે રિક્ષાનો નંબર (7687) જોઈ લીધો હતો.

ત્યારબાદ કુંભારીયા ખાતે રોડ પર તેનું ઘર હોવાથી તેની સાળીનું એક્ટીવા લઈ કડોદરા તરફ ગયો હતો. તેણે કડોદરા ચાર રસ્તા ખાતે તપાસ કરતાં રિક્ષા કડોદરા ખાતે મળી આવી હતી. જેથી રિક્ષા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

રિક્ષાચાલકે તથા અન્ય પાછળ બેઠેલા ત્રણ ઈસમોએ તુરંત રિક્ષા કડોદરા ચાર રસ્તાથી ઉંભેળ તરફ હંકારી હતી. જેથી રમાશંકર તેનો પુછો કરતાં રિક્ષા કામરેજ તરફ જવા માંડી હતી. કામરેજ તાલુકાના વલથાણ ગામની સીમમાં નહેરથી થોડે આગળ રમાશંકરે પોતાનું એક્ટીવાથી રિક્ષાને ઓવરટેક કરી આગળ મુકી દીધુ હતું. સમયે તેમણે રિક્ષાનો પુરો નંબર (GJ-5AV-7687) નંબર જોયો હતો. અને રમાશંકરે રિક્ષામાં બેઠેલા પેસેજરોને તેના પાકિટ બાબતે પૂછપરછ કરતાં ત્રણ મુસાફરો તથા રક્ષા ચાલકે રમા શંકર સાથે ઝપાઝપી કરવાનું શરૂ કરી દીધુ હતું.

તેના ખિસ્સામાંથી વધુ 500 રૂપિયાની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતાં. ત્યારબાદ રમાશંકરે કામરેજ ખાતે જઈ (GJ-5AV-7687)નો ચાલક તથા તેમાં બેઠેલા અન્ય ત્રણ ઈસમો મળી ચાર ઈસમો વિરુદ્ધ 4700 રૂપિયાની લૂંટ અંગેનો ગુનો નોંધાવ્યો હતો. અંગે ગુનો નોંધી વધુ તપાસ કામરેજ પીઆઈ પી. એન. પટેલે હાથ ધરી છે. જો કે લૂંટનો ભોગ બનનારની સતર્કતા અને પોલીસની સતર્કતાના કારણે લૂંટારુઓ તરત પકડાઈ હતા.

4 ઈસમોએ બેને લૂંટી લીધાની કબૂલાત

પૂછતાછકરતાંતેઓએ સારોલીથી કુંભારિયા જવા બેઠેલા મુસાફરોના ખિસ્સામાંથી 4200 રૂપિયાનું પાકીટ અને ત્યારબાદ વલથાણ નહેર નજીક તેને મારામારી 500 રૂપિયા મળી 4700 રૂપિયાની રમાશંકર શિવપ્રસાદ પાંડે પાસેથી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી.

કામરેજ વિસ્તારમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને લૂંટી લેતી ટોળકી લૂંટનો ભોગ બનનારની સતર્કતાથી રંગેહાથ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી.

ચાર ઈસમો ઝડપાયા

કામરેજના વલથાણગામે રિક્ષાચાલક દ્વારા મુસાફરોને લૂંટી લેવાની ઘટના બાબતે જાણ થતાં કામરેજ પોલીસ અને એલસીબી પોલીસ સ્ટાફના માણસો સક્રીય થયા હતાં. એલસીબી પીઆઈ એલ. ડી. વાગડીયા તથા એએસઆઈ પ્રકાશ પાટીલ વગેરેએ અલગ અલગ ટીમ બનાવી હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન કામરેજથી વાવ તરફ આવતાં રસ્તા ઉપર બીએનબી હાઈસ્કૂલની સામે (GJ-5AV-7687)નંબરની રિક્ષા આવતાં પોલીસે કોર્ડન કરી તેને અટકાવતાં તેમાં બેઠેલ રિક્ષા ચાલક વસીમ રઝાક પીંજારી (20) (રહે. મદીના મસ્જિદ મારૂતિ નગર લિંબાયત સુરત), સઈદ અબ્બાસ શા (26)(રહે. આંજણા, ફાર્મ ઝુપડ પટ્ટી સલાબતપુરા સુરત), પીરુ મહંમદ સઈદ શેખ (18) (રહે. બાલાજી ગાર્ડન સામે લિંબાયત સુરત) મહેમુદ આદમ શેખ (50) (રહે. આંજણા ટેનામેન્ટ, ઉધના સુરત)ને પકડી પાડ્યા હતા.