• Gujarati News
  • National
  • રામકબીર સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું આયોજન

રામકબીર સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા અને વિદ્યાર્થીઓ મુક્ત મને બોર્ડની પરીક્ષા આપી શકે એ આશયથી કામરેજ ચાર રસ્તા પર આવેલી ભારતીય વિદ્યા મંડળ સંચાલિત રામ કબીર માધ્યમિક શાળામાં માર્ચ 2018માં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પહેલાં બુધવારના રોજથી એક મોડેલ ટેસ્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10માં રામકબીર માધ્યમિક શાળા કામરેજ ચાર રસ્તા, યુનિટી પબ્લિક સ્કૂલ, સ્વામીનારાયણ સ્કૂલ (કડોદરા), બીએનબી હાઈસ્કૂલ વાવ, સદ્દવિદ્યા હાઈસ્કૂલ (લસ્કાણા), એમ. બી. દેસાઈ સ્કૂલ, જે. પી. હાઈસ્કૂલ (કામરેજ) સહિતના સ્કૂલના વિદ્યાર્થીઓ મુખ્ય વિષયોની પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...