તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કામરેજમાં કાર ધીમે ચલાવવાનું કહેવા જતાં યુવક પર હિંસક હુમલો

કામરેજમાં કાર ધીમે ચલાવવાનું કહેવા જતાં યુવક પર હિંસક હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજચાર રસ્તા પાસે આવેલી મણીનગર સોસાયટીમાં રહેતા યુવાન મોટરસાઈકલ લઈને ચાર રસ્તા ખાતે જતો હતો. ફોર વ્હીલ કારનો ચાલક બાઈક ના ચાલક સામે લાવી દેતા કાર ઘીમે ચલાવાનું કહ્યું હતું. જેથી બે ઈસમે મોટરસાઈકલ ચાલકને માર-મારી લોહી લુહાણ કરી દીધા હતા.

કામરેજ તાલુકાના નવાગામની હદમાં સુરત-કામરેજ રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાં મકાન નંબર 3, 4માં મિતુલ બળવંતભાઈ પટેલ રહે છે. તે કામરેજ ચાર રસ્તા પ્રાઈવેટ ઈન્ટરનેટ કંપનીમાં નોકરી કરે છે. રવિવારે સાંજે 7.30 કલાકે પોતાની હોન્ડા સાઈન બાઈક નંબર (જીજે 19 એસ 3133) લઈને ઘરેથી કામ અર્થે કામરેજ ચાર રસ્તા જવા માટે સર્વિસ રોડ પરથી નીકળ્યો હતો. સોસાયટી ગેટમાંથી ફોર વ્હીલ મહિન્દ્ર ઝાઈલો કારના ચાલક પુરઝડપે ચલાવી મોટરસાઈકલ ચાલક મિતુલ સામે હંકારી લાવી હતી. કારના ચાલકને કાર ઘીમી અને જોઈને ચલાવવાનુ જણાવતા કાર થોડી આગળ જઈને ઉભી રાખી ગાડીમાંથી બે ઈસમ ઉતરીને ગાળા-ગાળી કરી માર-મારવા લાગ્યા ગયા હતા. દરમિયાન મિતુલની સોનાની ચેઈન અને પર્સ પણ પડી ગયુ હતું. કાર ચાલકે હાથમાં પહેરેલ કડુ મિતુલના માથામાં મારી દેતા લોહીલુહાણ થઈ ગયા હતાં. બુમા-બુમ કરતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. જતા જતા બંને મિતુલને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગયા હતા. બંને ઈસમની તપાસ કરતા કારનો ચાલક સ્મિત ભદ્રેશભાઈ મોરી (રહે-ચોર્યાસી) ગામ તથા બીજો ઈસમ અજાણ્યો હોવાનુ જણાવા મળ્યું હતું.

ઈજાગ્રસ્ત યુવાન

માથામાં કડું મારી દેતા યુવક લોહીલુહાણ થયો

અન્ય સમાચારો પણ છે...