તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાસોદરાની પરિણીતાએ પારિવારિક ઝઘડાથી કંટાળીને ફાંસો ખાઇ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસોદરાની પરિણીતાએ પારિવારિક ઝઘડાથી કંટાળીને ફાંસો ખાઇ લીધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાસોદરાખાતે ઘર્મ રેસીડન્સીમાં રહેતી પરિણીતાએ સોમવારના રોજ પોતના ફલેટમાં પંખાની સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ ઘર્મ રેસીડન્સીમાં એફ 1 માં ફલેટ નંબર 504માં રહેતા પરિણીત મહિલા સોનલબહેન જગદીશભાઈ ગોરી (20)જેઓ સોમવારના રોજ પોતાના ફલેટમાં પંખાની સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જતા સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે પરિણીતાને મૃત જાહેર કરી હતી. જે અંગે હોસ્પીટલના તબીબે કામરેજ પોલીસને જાણ કરતા ખોલવડ બીટના જમાદાર સરદારભાઈ હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા. પ્રાથમિક અકસ્માત મોત નોંધી પરિણીતાના મુતદેહને પીએમ માટે સુરત નવીસિવલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. મરનાર પરિણીતાએ પતિ-પત્નિ વચ્ચે થતા ઝઘડાના લઈને અંતિમ પગલુ ભર્યુ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. વધુમાં પરિણીતાના લગ્ન ગાળો ઓછો હોવાથી અકસ્માત મોત અંગેની વઘુ તપાસ ડીવાયએસપી કરશે.

લગ્નના થોડા સમય બાદ પરિણીતાના આપઘાતથી તર્કવિતર્ક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો