તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આંબોલી સોસાયટી પાસે પાર્ક કરેલી 7 લાખની ટ્રકની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંબોલી સોસાયટી પાસે પાર્ક કરેલી 7 લાખની ટ્રકની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંબોલીગામે સ્વાગત રેસીડન્સીની બહાર એક અઠવાડીયા અગાઉ હોળી-ધૂળેટીના તહેવાર હોવાથી પાર્ક કરીને મુકી તો રાત્રીના અજાણ્યા તસ્કરો ચોરી કરીને નાસી છુટયા હતા.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના ઘલા ગામે તાઈ ફળીયામાં અબ્દુલ હમીદ હુસેન શેખ રહે છે.ભાણેજ ઝીયા અલ હનીફ બેલીમની ટ્રક નંબર (જીજે 21 વી 2772) એક માસ અગાઉ ટ્રક લીધી હતી. ટ્રક પર કઠોર ગામે રહેતો મુકેશભાઈ કાનજીભાઈ કનોજીયા નોકરી કરે છે.ગત 15મી માર્ચના રોજ સાંજના 7.00 કલાકે હોળી-ઘુળેટીના તહેવાર હોવાથી આંબોલી ગામે સ્વાગત રેસીડન્સીના ગેટની બહાર લોક મારીને ડ્રાઈવર સુઈ ગયો હતો. સવારે 6.00 કલાકે ઉઠીને જોતા ટ્રક પાર્કિંગ કરેલી જગ્યા જોવા મળી આવી હતી. જેથી ટ્રકના માલિક ને ટ્રક ચોરી થયાની જાણ કરતા આંબોલી ખાતે દોડી આવ્યા હતા. જે ટ્રક ચોરી અંગેની રવિવારના રોજ કામરેજ પોલીસ મથકમાં 7 લાખની ટ્રકની ચોરી ની ફરિયાદ આપી હતી. જે અંગેની વધુ તપાસ કઠોર બીટના જમાદાર કરી રહ્યા છે.

હોળી-ધુળેટી તહેવારની રજા હોવાથી ટ્રકને મૂકી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો