• Gujarati News
  • કામરેજમાં ‘બેટી વધાવો, બેટી પઢાવો’ અભિયાન

કામરેજમાં ‘બેટી વધાવો, બેટી પઢાવો’ અભિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજમાંદીકરા- દીકરી અંગેની માન્યતાઓ અને કેટલાક ખોતા રૂઢીગત ખ્યાલોને લીધે હાલના સંજોગોમાં સ્ત્રી પુરૂષની અસમાનતા ઉભી થઈ છે.તેથી ચાલુ વર્ષે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ એક સુત્ર આપી બેટી વઘાવો બેટી પઢાવો જેને અનુલક્ષીને સુરત ગેલઅંબે પરિવાર ટ્રસ્ટના 17માં વર્ષેના વાર્ષિક ઉત્સવ પ્રસંગે સુરતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મેઘા મહેતા તથા ઈન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.એલ.જૈન દ્રારા સંપુણ લોક ભાગીદારી થકી બેટી વઘાવો બેટી પઢાવો અભિયાનનુ એક કિલોમીટર લાબું બેનર બનાવી તેમાં 20000 કરતા વઘારે લોકો બેટી વધાવો બેટી પઢાવો મહા હસ્તાક્ષર અભિયાન દ્રારા સામાજીક ક્રાંતી લાવવાનુ ઉમદા ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યુ હતુ.

સૌપ્રથમ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રામદાસબાપુ તથા કાર્યક્રમના અધ્યક્ષ સુરત કલેકટર ડો.રાજેન્દ્રકુમાર,કામરેજ પ્રાંત વાય.બી.ઝાલા,જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મેઘા મહેતા તથા ઈ.ચાર્જ અધિક આરોગ્ય અધિકારી ડો.સી.એલ.જૈન,કામરેજ મામલતદાર આર.બી.અંગારી તથા કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ મોદી દ્રારા દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.એલ.જૈને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મેઘાબેન મહેતા જણાવ્યુ હતુ કે દીકરો દીકરી એક સમાન છે તેથી દીકરીને જન્મવાનો સંપુર્ણ અધિકાર છે.આમ જણાવી સ્ત્રીભુર્ણ હત્યા અંગે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

અંતે કાર્યક્રમના અધ્યક્ષ કલેકેટર ડો.રાજેન્દ્રકુમારે જણાવ્યુ હતુ કે યત્ર નારીયસ્તુ પુજયન્તે શમયન્તે તત્ર દેવતા આમ જણાવી સ્ત્રીભુણહત્યા અટકાવવા અંગે જાગૃતિ લાવવાનુ સમાજ ઉપયોગી ભગીરથ કાર્ય કરવા બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.અંતે આભારવિઘિ ગેલઅંબે પરિવારના ટ્રસ્ટી બાબુભાઈએ કરી હતી.

કામરેજમાં દીકરા-દીકરી અંગેની માન્યતાને તિલાંજલિ આપવા માટે અને બેટી બચાવ અભિયાનના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં શપથ લઈ રહેલી મહિલાઓ, એક કિમી લાંબા બેનર પર સૂત્રો લખતાં યુવકો અને સન્માન કરતાં મહાનુભાવ.