તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભેંસની ટ્રકના ચાલકને મારતા નકલી ગૌરક્ષકો

ભેંસની ટ્રકના ચાલકને મારતા નકલી ગૌરક્ષકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારનારોજ મોડીરાત્રીના વડનગરથી પરમીટવાળી ભેંસ ભરીને એક ટ્રકનો ચાલક અને ક્લીનર મુંબઈ જતા હતા. ટ્રકને ત્રણ નકલી ગૌરક્ષકોએ ચોર્યાસી ટોલનાકા પર અટકાવીને ક્લીનરને માર-મારી ટ્રકનો કાચ તોડી નાંખ્યો હતો. બાબતની જાણ કામરેજ પોલીસને થતાં ત્યાં પહોંચી ગઈ હતી અને તરત પોલીસે બે નકલી ગૌરક્ષકોને પકડી પાડ્યા હતા, જ્યારે પોલીસને જોઇ એક નકલી ગૌરક્ષ રફુચક્કર થઈ ગયો હતો.

અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફડીયાસણ ગામના વતની અને ટ્રક નંબર (જીજે 08 યુ 3370) પર ક્લીનર તરીકે વિનુજી કેશાજી ઠાકોર એક માસથી નોકરી કરે છે. રવિવારના રોજ બપોરના આશરે 3.00 કલાકે ટ્રાઈવર નટરવજી રેવાજી ઠાકોર સાથે વિસનગરના વડનગર દરવાજાથી રમેશભાઈ દેસાઈની પાસેથી 8 ભેસો ભરીને મુંબઈમાં ભીવંડી નદી નાકા એ.પી.શેઠને ત્યા ઉતારવાની હતી.

મોડી રાત્રીના આશરે 11.45 કલાકે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા પર 3 ઈસમ અમીત, નીરવ અને સંજયે ગૌરક્ષકો છે, તેમ કહી ભેંસ ભરેલી ટ્રકને અટકાવી હતી. ભેંસોની પરમીટ માંગતા ક્લીનરે બતાવી હતી. આટલું કર્યા બાદ કલીનર તથા ડ્રાઈવરને ત્રણેય ઈસમોને લાકડીના સપાટા માર-મારી ટ્રકનો આગળનો કાચ અમીતે તોડી નાંખ્યો હતો. ઉપરાંત તેઓએ અહીથી પશુ ભરીને નીકળશો તો જાનથી મારી નાંખીશુ ધમકી આપી હતી.

સમયે કામરેજ પોલીસને જાણ થતાં પી.સી.આર વાન મારફતે તરત ત્યાં પહોંચી ગઈ હતી અને અમીત અને નિરવને પોલીસે પકડી પાડ્યા હતા અને સંજય પોલીસને જોઈ નાસી છુટયો હતો. બન્ને ઈસમની પુછપરછ કરતા પોતે ગૌરક્ષકો હોવાનું જણાવ્યું હતું.

કામરેજ પી.આઈ એલ.ડી.વાગડીયાને શંકા જતા તપાસ કરતા ત્રણેય નકલી ગૌરક્ષકો હોવાનુ બહાર આવ્યુ હતુ. જે અંગે કલીનરની ફરિયાદ લઈ ગુનો નોંધી વધુ તપાસ કઠોર બીટના જમાદાર ભગવાનભાઈ કરી રહ્યા છે.

ત્રણ નકલી ગૌરક્ષકો હતા

ભેંસભરેલીટ્રકને અટકાવનારા નકલી ગૌરક્ષકો તરીકે ઇસમો અમીતભાઈ મહેન્દ્રભાઈ ઘકાન (રહે, અમરોલી વિજયનગર મારૂતીનંદન એપાર્ટમેન્ટ જી-2 જૈન દેરાસરની સામે), નિરવ શૈલેષભાઈ પટેલ (રહે. અમરોલી રઘુવીર ચોકડી ગોપીનાથ એપાર્ટમેન્ટ સુરત) અને સંજય રાઠોડ (રહે-સાંઈ પેલેસ વિભાગ-ડી 204 અમરોલી સરદાર નગરની બાજુમાં કોસાડ) હતા.

કાયદો હાથમાં નહીં લેવાની તાકીદ

સુરત જિલ્લામાંકતલખાને લઈ જવાતા પશુઓને ઉગારવા માટે ગૌરક્ષકો મેદાનમાં ઉતરે છે. હાલમાં બારડોલી ખાતે