• Gujarati News
  • કામરેજતાલુકાના કામરેજ ગામની હદમાં દાદાભગવાન મંદિરની પાછળ શીવનગર સોસાયટીના

કામરેજતાલુકાના કામરેજ ગામની હદમાં દાદાભગવાન મંદિરની પાછળ શીવનગર સોસાયટીના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજતાલુકાના કામરેજ ગામની હદમાં દાદાભગવાન મંદિરની પાછળ શીવનગર સોસાયટીના મકાન 102માં મહેશ હરીભાઈ વાળંદ પરિવાર સાથે રહે છે.
સોમવારના રોજ ગણપતિ વિસર્જના દિવસે સાંજે સોસાયટીમાં રહેતા પુરીબહેન રબારીએ મહેશભાઇના ઘરે આવીને મહેશભાઈની પત્ની ઉમિલાબેનને કહ્યું હતું કે, તમે કેમ વારંવાર અમારા ઘરે આવો છો ? જેથી મહેશભાઈએ પુરીબહેને જણાવ્યું કે, તમારે અમારે ઘરે આવવુ નહી. જેથી પુરીબહેન અશબ્દ બોલી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ રાત્રિના 8.30 કલાકે પુરીબહેન તથા પુત્ર હરીભાઈ લાલજીભાઈ રબારી અને પુત્રવઘુ વિલાસબહેન ભાવેશભાઈ રબારીએ ફરી મહેશભાઇના ઘરે આવી ઉમિલાબેનને અપશબ્દ બોલી કહ્યું હતું કે, તમારી પુત્રીને મારો પુત્ર હરી લઈ ગયેલો અને હવે પછી બીજી પુત્રનીને પણ લઈ જશું. અને વાતવાતમાં હરી રબારીએ પોતાના હાથમાં પકડેલ લાકડાનો સપાટો મહેશભાઈને માંથામાં ફટકારતા તે ચક્કર આવી ઢળી પડયા હતા.અને પત્ની ઉર્મિલાબહેનને પણ પુરીબહેન તથા વિલાશબહેને માર-મારતા બુમા-બુમ કરતા ત્રણેય નાસી છુટયા હતા મહેશભાઈને 108માં કામરેજ આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. રબારી પરિવારના ત્રણેય ઈસમ વિરૂદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ આપી હતી.
દંપતીને સોસાયટીમાં રહેતા પરિવારે માર માર્યાે