• Gujarati News
  • National
  • મોરથાણાના પીર ફળિયામાંથી રૂ. 48000નો દારૂ પકડાયો

મોરથાણાના પીર ફળિયામાંથી રૂ. 48000નો દારૂ પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરથાણાગામે પીર ફળીયામાં રહેતા બુટલેગરને ત્યાં પોલીસે બાતમીના આધારે રેડ કરતા વાડામાં સંતાડેલો વિદેશી દારૂની બોટલ નંગ 551 કિંમત 48100નો મુદામાલ પકડી પાડયો હતો. અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ પોલીસ મથકમાં પો.કો તરીકે ફરજ બજાવતા નામદેવભાઈને ગુરુવારના રોજ બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના મોરથાણા ગામે પીર ફળીયામાં રહેતા સંજયભાઈ રવજીભાઈ રાઠોડના ઘરના વાડામાં પાછળના ભાગે વિદેશી દારૂનો જથ્થો ઉતારયો છે. જે બાતમીના આઘારે અન્ય સ્ટાફ પો.કો મહેશભાઈ,પો.કો પ્રકાશભાઈ,પો.કો દિપકભાઈ સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા બુટલેગર સંજયના ઘરેથી વિદેશી દારૂની નાની-મોટી કુલ્લે 551 બોટલ નંગ કિંમત 48100 પકડાઈ હતી. બુટલગેર સંજય રાઠોડ તથા વિદેશી દારૂનો જથ્થો આપનાર બન્ને ઈસમને વોન્ટેડ જાહેર કરી કામરેજ પોલીસે પ્રોહીબીશન એકટ હેથળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કામરેજ પોલીસે ઝડપી પાડેલ દારૂ.

બુટલેગર સહિત બંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...