• Gujarati News
  • National
  • આંબોલી ગામે મટકાનો જુગાર રમાડતા ઈસમને ઝડપી લેવાયો

આંબોલી ગામે મટકાનો જુગાર રમાડતા ઈસમને ઝડપી લેવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબોલીગામ પાસે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમને સુરત જિલ્લા એસઓજીની ટીમે પકડી પાડયો હતો.

સુરત જિલ્લા એસઓજીની ટીમ ગુરુવારના રોજ કામરેજ તાલુકામાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા હે.કો ભુપેન્દ્રભાઈને બાતમી મળી હતી કે આંબોલી ત્રણ રસ્તાથી ગામ તરફ જતા રોડ પર ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના એસઓજીના પીઆઈ સુમરા તથા હે.કો મહેન્દ્રભાઈ, પો.કો ભાવિક સહિતનો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પોલીસને જોઈ બે ઈસમ નાસી છુટયા હતા.

રજાકભાઈ જાહીદભાઈ શેખ (આંબોલી) પકડી પાડી અંગ ઝડતી કરતા વરલી બજારમાંથી નીકળતા આંકોની કાચી ચિઠ્ઠી સહિત રોકડા 2350 તેમજ મોબાઈલ કિંમત 4000 મળી કુલ્લે 6350 મુદામાલ પકડાઈ ગયો હતો. જ્યારે જુગાર રમવા આવેલા બે ઈસમને વોન્ટેડ જાહેર કરી જુગારધારાનો કેસ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...