તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબ્રામાથી જુગાર રમતા 6 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબ્રામા ગામે શેરડીના ખેતરના શેઢા પર ગંજીપાના પર હારજીતનો જુગાર રમતા 5 ઈસમને કામરેજ પોલીસે બાતમીના આધારે પકડી પાડી દાવ પરના 700 મળી અંગ ઝડતીમાં 5 મોબાઈલ, બે મોટરસાઈકલ મળી કુલે 1,14,700નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

કામરેજ પોલીસ મથકમાં કઠોર આઉટ પોસ્ટ પર ફરજ બજાવતાં જમાદાર હેમંતભાઈ મહેતાને બાતમી મળી હતી કે અબ્રામ ગામે રહેતા પ્રશાંતભાઈ છોટુભાઈ પટેલના ખેતનો શેઢા પર અબ્રામાથી વેલંજા જતા રોડ પર ગંજીપાના પર હારજીતનો જુગાર કેટલાક ઈસમો રમી રહ્યા છે. જે બાતમી આધારે પીએસઆઈ સમીરકડીવલા, જમાદાર શૈલેશ વસાવા, રમેશ વસાવા, અરવિંદભાઈ સહિતનો સ્ટાફ સાથે રેડ કરતાં છ ઈસમો પકડાઈ ગયા હતાં. પોલીસે દાવ પરના રોકડ 700 તથા અંગઝડતી કરતાં રોકડ 50000 મળી કુલે 50700 રોકડા તેમજ બે મોટરસાઈકલ કિંમત 50000 મળી કુલે 1,14,700નો મુદ્દામાલ ઝડપી પાડીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગામના સરપંચનો પતિ પણ સામેલ
અબ્રામા ગામે ખેતરના શેઢા પર જુગાર રમતા ઝડપાયેલા જુગારિયા પ્રશાંત પટેલની પત્ની હેમાક્ષીની પટેલ અબ્રામા ગામના સરપંચ તરીકે સેવા આપે છે. સરપંચના પતિ જુગાર રમતા ઝડપતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પકડાયેલા જુગારી | કિરણ અંબારામ ત્રિવેદી (રહે. સાયણ દ્વારકેશ નગર, 123 નં), પ્રશાંત ચોટુભાઈ પેલ (રહે. મંદિર ફળિયું અબ્રામા), મનિષ રમેશભાઈ પટેલ (રહે. પ્લેટીનીયમ નગર, સાયણ), પંકજ રણજિતભાઈ મોદી (રહે. મહાદેવ ફળિયું, ઉંભેળ), અજય સુરેશભાઈ દેસાઈ (રહે. ઉંભેળ), જીમી રાકેશભાઈ દેસાઈ (રહે. નાની શેરી ઉંભેળ)

અન્ય સમાચારો પણ છે...