તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૂટેલા વીજતારને કારણે કરંટ લાગતા ચાર બકરાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘલા ગામની હદમાં બકરા ઘાસચારમાં ઘલા કરજણ ખાડીના ભાગે ખુલ્લી જગ્યામાં લઈ જતા ડીજીવીસીએલના જીવંત વીજતાર જમીન પર પડેલો હોવાથી ચાર બકરાને કરંટ લાગતા મોત નીપજયા હતા.

કામરેજ તાલુકાના ઘલા બૌઘાન રોડ પર આવેલી વાડીમાં રહેતા અશોકભાઈ શીવદાસભાઈ માલચે રવિવારના રોજ પોતાના 25 બકરા લઈને બપોરના ઘલા ગામની ખાડી વાળા વિસ્તારમાં ખાડી કિનારે ઘાસચારા માટે લઈ જતા કરજણ ખાડી કિનારે તરફ બપોરના 2.00 કલાકે ડીજીવીસીએલની એગ્રીકલ્ચર લાઈનનો જીવંત વીજતાર જમીન દોસ્ત પડેલા હોવાથી ચાર બકરાને અડી જતા કંરટ લાગ્યો હતો. કરંટ લાગવાથી બકરાના મોત નીપજયા હતા.

અન્ય સમાચારો પણ છે...