તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોસાયટીના ગેટ પર બેસીને જુગાર રમી રહેલા 3 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નનસાડ ગામે સુદરવન સોસાયટીના ગેટ પાસે રાત્રીના કેટલાક ઈસમો ગંજીપાના પર શ્રાવણીયો જુગાર રમતા ત્રણ ઈસમો પકડાઈ ગયા હતા. એક ઈસમ મોટરસાઈકલ મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે દાવ પરના અને અંગઝડતી કરતા કુલ્લે 75400નો મુદામાલ પકડી પાડયો હતો.

ઘટના અંગે પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડો. જે. એન. જોશીને બાતમી મળી હતી કે નનસાડ ગામે સુંદરવન સોસાયટીના ગેટ પાસે લાઈટના થાંભલા નીચે કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપાના નો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પો.કો સતિષભાઈ તથા અન્ય સ્ટાફ સાથે રેડ કરતા દાવ પરના રોકડા 900 સાથે ત્રણ ઈસમ ભાવેશભાઈ જમનભાઈ ગોંડલીયા (રહે-સરથાણા જકાતનાકા), પરસોત્તમભાઈ રામસિંહભાઈ પંચાલ (રહે-પારસ સોસાયટી), કિશોરભાઈ વશરામભાઈ આંબલીયા (રહે-પુણા ગામ) પકડી પાડી પોલીસને જોઈ મોટરસાઈકલ નંબર (GJ-5 HD-1258)નો ચાલક નાસી છુટયો હતો. પકડાયેલા ત્રણેય ઈસમની અગંઝડતી કરતા 14500 તથા દાવ પરના 900, મોટરસાઈકલ 45,000 મળી કુલ્લે 75,400નો મુદામાલ પકડી પાડયો હતો. જે અંગે કામરેજ પોલીસે જુગારઘારા હેથળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...