કઠોર MAI ટ્રસ્ટની સત્તાની અદાવતમાં બે જુથ બાખડયા

હથિયારો ઉછળતાં તંગદિલી છવાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Kamrej - કઠોર MAI ટ્રસ્ટની સત્તાની અદાવતમાં બે જુથ બાખડયા
કઠોર ખાતે આવેલી એમ.એ.આઈ હાઈસ્કુલના ટ્રસ્ટ બાબતે બે મુસ્લિમ જુઠ વચ્ચે અગાઉ થી ચાલતા ઝઘડામાં ફરી એકવાર રવિવારના રોજ બે પક્ષો વચ્ચે સામ સામે હથીયારો વડે મારા મારી થઈ હતી.કઠોરમાં તંગદીલી છવાઈ ગઈ હતી.

પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના કઠોર ગામ ખાતે આવેલ એમ.એ.આઈ હાઈસ્કુલના ટ્રસ્ટ બાબતે અગાઉ 2003 માં બે મુસ્લિમ પક્ષો વચ્ચે માથા કુટ થતા હત્યા પણ થઈ હતી.ત્યાર થી જ બે પક્ષો અદાવતમાં વારંવાર ઝઘડાઓ થતા રહ્યા છે.જેમાં રવિવારના રોજ બપોરના પણ અદાવતમાં અબ્દુલા ઈસ્માઈલ અસ્માલ તથા મોહમમ્દ ખાલીદ, સલમાન સુલેમાન હાફેજી, ઝુબેર સુલેમાન હાફેજી કઠોર સોનીવાડમાં કાઝી મસ્જીદમાં નમાઝ પઢવા જતા ઉસમામા ઉસ્માન ગની સિદાત, યુસુફ સબ્બીર સિદાત, સાકીર હાસીમ વાહેદએ લાકડા તથા ઘારીયા વડે હુમલો કર્યો હતો.જે બાબતે ચાર ઈસમ વિરૂઘ્ઘ ફરિયાદ આપી હતી. તો સામે પક્ષે સાકીર હસીમ વાહેદની કાઝી મસ્જીદ પાસે આવેલી દુકાને બેઠા હતા. ત્યારે ઝુબેર સુલેમાન હાફેજી, સલીમ સુલેમાન હાફેજી, સહેલ સુલેમાન હાફેજી, ખાલીદ સલીમ અસ્માલ, અબ્દુલા ઈસ્માઈલ અસ્માલ ત્યાં આવીને ગાળો બોલી તમારે શુ કરવુ છે, તમારે ઝઘડો કરવો છે, તમે સીધા ...અનુ. પાના નં. 2

X
Kamrej - કઠોર MAI ટ્રસ્ટની સત્તાની અદાવતમાં બે જુથ બાખડયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App