દમણથી કામરેજ લઇ જવાતો દારૂ એંધલમાં ઝડપાયો

બીલીમોરા | નવસારી એલસીબી પોલીસે બાતમીને આધારે ગણદેવી હાઈવે એંધલ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Kamrej - દમણથી કામરેજ લઇ જવાતો દારૂ એંધલમાં ઝડપાયો
બીલીમોરા | નવસારી એલસીબી પોલીસે બાતમીને આધારે ગણદેવી હાઈવે એંધલ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી નં.જીજે. 5. સીડી. 9697 કાર આવતાં પોલીસે તેને રોકી તેને પૂછતાછ કરતાં તેને અટકાવી કારના ચોરખાનામાંથી બ્રાન્ડેડ દારૂ બોટલ નંગ 40 કિંમત રૂ. 82 હજારનો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક મહંમદ ઐયુબખાન નિઝામૂદ્દીનખાન પઠાણ (40) હાલ રહે.ચિસ્તિયા નગર છાણી જકાત નાકા વડોદરાની ધરપકડ કરી હતી. જેની પુછપરછ માં દારૂ દમણની મશાલ ચોક ખાતેથી અમિત નામના યુવાને ભરાવ્યો હતો અને સુરત કામરેજ ચોકડી પર લઈ જવાનું કહ્યું હતું. જ્યાં સંજય નામનો યુવક દારૂ ક્યાં પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું.

X
Kamrej - દમણથી કામરેજ લઇ જવાતો દારૂ એંધલમાં ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App