તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ વરસાદમાં કામરેજની 20 દુકાનોમાં પાણી ભરાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારાસભ્યને રજૂઆત, ખાડી સુધી ખુલ્લી ગટર કરી આપવાની માર્ગ અને મકાન વિભાગની બાંયધરી
હજી વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં પહેલા જ ચાર ઈંચ વરસાદમાં તાલુકામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં પણ ખાસ કરીને કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ તરફ જતા રોડ પર આવેલા આનંદ કોમ્પ્લેક્સ, વૈભવ કોમ્પલેક્ષમાં વરસાદી પાણી ભરાઈ જતા શોપિંગમાં આવેલા દુકાનદારોને મોટી સંખ્યામાં માલસામાનને નુકશાન થવા પામ્યું હતું. આ પાણી ભરાઈ જવા માટે કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ તરફ જતા માર્ગ મકાન વિભાગ(સ્ટેટ) દ્વારા 100 મીટર જેટલો 1.25 કરોડ રૂપિયા ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રોડની બંને બાજુએ ગટરના પાઈપો તો નાંખવામાં આવ્યા હતા, પરંતુ ગટરના ઢાંકણા બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરોની દુકાનના લેવલની ઉપર નાંખતા રોડનું વરસાદી પાણી ગટર માં ન જતા શોપિંગની દુકાનોમાં જતા પાણી ભરાઈ ગયા હતા. પરંતુ કામરેજ ગામના સરપંચ મનીષ આહિર તેમજ ગામના તલાટી ફુલાભાઈ રબારી પાણી ભરાવાની ગંભીરતા દાખવી સમસ્યાનો ઉકેલ લાવવા યુદ્ધના ઘોરણ જે.સી.બી મશીન દ્વારા પ્રાથમિક રોડની સાઈડમાં ગટર બનાવતા પાણી ઉતરી ગયા હતા.

અન્ય દુકાનદારો વરસાદી પાણીથી રાહત મળી હતી. જયારે માર્ગ મકાન વિભાગ(સ્ટેટ)ના અઘિકારી રાજપુતનો દુકાનદારો ફોન કરતા આવું છુ કહી જે.સી.બી મશીન મોકલાવું છું તેમ કહીને ન મોકલાવતા ભારે રોષ જોવા મળ્યો હતો. મંગળવારના રોજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભગવાન ભરવાડ તેમજ કામરેજ ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાને બોલાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય સ્થળ મુલાકત પણ લીધી હતી. વૈકલ્પિક રોડની સાઈડમાં ખુલ્લી ગટર પ્રાથમિક તબક્કે બે કિલોમીટર લાંબી કરવા માટે માર્ગ મકાન વિભાગ(સ્ટેટ)ને તાત્કાલિક ચાલુ કરવા માટે જણાવ્યુ હતું.

માર્ગ મકાન ખાતાના અધિકારીને ફોન કર્યા છતાં આવ્યા નહીં
કામરેજમાં પાણી ભરાવથી થયેલા નુકસાન બાબતે ધારાસભ્યને બોલાવ્યા.

દુકાનદારે વાતચીત કરતા જણાવ્યુ હતું કે સોમવારના રોજ પડેલા વરસાદના લઈને શોંપીગમાં પાણી ભરાયા તે અંગે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)અધિકારીને ટેલિફોનીક રજુઆત કરવા છતાં પણ સ્થળ પર આવ્યા ન હતા.મંગળવારના રોજ પર સાંજ સુધી જગ્યા પર આવ્યા હતા. બહાના બતાવીને ગાળિયો કાઢી રહ્યા હતા.

વાયદો પુરો થશે ? |તાલુકા પંચાયત કામરેજમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા તેમજ માર્ગ મકાન વિભાગ (સ્ટેટ)ના ઈજનેર રાજપુત, કામરેજના સરપંચ તથા અસરગ્રસ્તોની સાથે મીંટીગ કરતા રોડની બાજુમાં ગામ પાસે આ‌વેલી ખાડી સુધી ખુલ્લી ગટર કરી આપવાની બાહેઘરી આપી છે.

આનંદ કોમ્પ્લેક્સ અને વૈભવ કોમ્પલેક્ષમાં મોકાણ સર્જાઇ
ચાર ઈંચ પડેલા વરસાદમાં પાણી ભરાયા હતા. જેમાં આનંદ કોમ્પલેક્ષની ઉમીયા મેડીકલ,નેપા મોટર ડ્રાઈવીંગ, એવન ગીફટ, રવિ એમ્પોરીયમ, પલક સ્ટેશનરી, બાબા રામદેવ સ્ટોર, રંગ સ્ટુડિયો તેમજ વૈભવ કોમ્પલેક્ષની તુલસી જ્વેલર્સ,શિવમ સ્ટીલ,રોશની ઓપ્ટિકલ,લ્યુસી ટેલર, હેની લેડીઝ ટેલર, શ્રીજી કુપા ટેલર સહિતની દુકાનોમાં પાણી ભરાયા હતા.

આ કારણે સમસ્યા સર્જાઇ
આ પરસ્થિતિના મુળમાં જઈએ તો કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ તરફ જતા રોડની બંને બાજુએ મોટા શોપીંગો તેમજ સોસાયટીઓ આવેલી છે. જે સોસાયટીના નવા બાંધકામ કરવા માટે માર્ગ અને મકાન વિભાગની પણ બિલ્ડરો દ્વારા બાંધકામ માટે એનઓસી લેવાની હોય છે. પરંતુ અધિકારીઓ પોતાની ખુરશી છોડીને જે બાંધકામની સાઈટ જોવા જતા જ નથી. અને ને એનઓસી આપી દે છે. જો અધિકારીઓ રોડના સેન્ટરથી 45 મીટર છોડીને બાંધકામ કરવાનુ હોય છે. પરંતુ તે બાબતની ચોકસાઈ રાખવામાં આવતી જ નથી.

અન્ય સમાચારો પણ છે...