તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોર્યાસી ટોલનાકે કારમાંથી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

ચોર્યાસી ટોલનાકે કારમાંથી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજપોલીસે ચોર્યાસી ટોલનાકા પરથી બુધવારના રોજ ટવેરા ગાડીમાંથી વિદેશી દારૂની 739 બોટલ નંગ કિંમત 1,20,940નો મુદામાલ સાથે બે ઈસમ પકડાયા હતા.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકના ઈ.ચાર્જ પીઆઈ એમ.બી.તોમર, પીએસઆઈ યુ.આર.ડામોર અને પો.કો મહેશભાઈ ગાંડાભાઈ અન્ય સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કો મહેશભાઈને બાતમી મળી હતી કે મુંબઈ તરફથી ટવેરા ગાડી નંબર (જીજે -5 જેએ -973) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે. જે બાતમીના આધારે ચોર્યાસી ટોલનાકા પર વોચમાં હતા તે દરમિયાન બાતમી વાળી ટવેરા ગાડી આવતા તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ કંપનીની નાની-મોટી કુલ્લે 739 કિંમત 1,20,940નો દારૂનો જથ્થો મળી આવતા કારના ચાલક પ્રગ્નેશ હરીલાલ પટેલ અને ઘ્રુપલ અમુતભાઈ પટેલ (બન્ને રહે- રહે-વેલવાચ કુંડી ફળીયુ વલસાડ) પકડીને અંગ ઝડતી મોબાઈલ અને ટવેરા કાર કિંમત 5,00,000 મળી કુલ્લે 6,23,990નો મુદામાલ પકડી પાડી બન્ને ઈસમની ઘરપકડ કરીને પ્રોહીબીશન એકટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ યુ.આર.ડામોર કરી રહ્યા છે.

દારૂ સાથે ઝડપાયેલા આરોપી.

1.21 લાખના દારૂ સહિત મુદ્દામાલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...