• Gujarati News
  • National
  • કામરેજ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું રાજીનામું

કામરેજ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું રાજીનામું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | કામરેજતાલુકા કોંગ્રેસ સમિતિ બક્ષી પંચ મોરચાના પ્રમુખપદેથી ડુંગરા ગામના સરપંચ અક્ષય પટેલે રાજીનામું આપી દેતાં કામરેજ તાલુકા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. વિધાનસભાની સામી ચૂંટણીએ રાજીનામું ધરી દેવા બાબતે પણ અનેક તર્કવિતર્ક સેવાઇ રહ્યા છે. જોકે, અક્ષય પટેલે માત્ર ને માત્ર ગામના વિકાસ ખાતર રાજીનામું આપ્યો હોવાનું જણાવ્યુ હતું. અંગે મળતી માહિતી અનુસાર કોંગ્રેસ પ્રદેશ સમિતિમાં ભારે હલચલ છે. તેવા સમયે સ્થાનિક કક્ષાએ પણ કોંગ્રેસની આવી સ્થિતિ જોવા મળી રહી છે.

કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ બક્ષી પંચ મોરચાના પ્રમુખ અને ડુંગરા ગામના સરપંચ અક્ષય પટેલે શનિવારના રોજ કોઈ પણ કારણ આપ્યા વગર તાલુકા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું ધરી દીધું હતું. તેમની બક્ષી પંચ મોરચાના પ્રમુખ તરીકે ગત 28 ઓગસ્ટ 2016ના રોજ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ડુંગરા ગામના સરપંચ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. જોકે, તેમની સાથે થયેલી વાતચીત મુજબ તેઓને પદ ગામના વિકાસમાં આડે આવી રહ્યું છે. જેને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...