• Gujarati News
  • National
  • બારડોલી |માટેલા સાંઢની જેમ ફરતાં કામરેજ વિસ્તારમાં એક ડમ્પર ચાલકે

બારડોલી |માટેલા સાંઢની જેમ ફરતાં કામરેજ વિસ્તારમાં એક ડમ્પર ચાલકે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |માટેલા સાંઢની જેમ ફરતાં કામરેજ વિસ્તારમાં એક ડમ્પર ચાલકે સાયકલ લઈને કામરેજ ચાર રસ્તા નજીકથી પસાર થતાં 13 વર્ષીય માસૂમ બાળકને અડફટેમાં લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાળકનું મોત નીપજતાં કરૂણાંતિક સર્જાય હતી. કામરેજ ચાર રસ્તા ખાતે આવેલ આશોપાલવ સોસાયટી વિભાગ 1માં રહેતા વિવેકગીરી સુરેશગીરી ગૌસ્વામિ (13)નાઓ પોતાની સાયકલ લઈને તેમના મિત્રને મુકવા કામરેજ ચાર રસ્તા બ્રિજની સામેપાર ગયા હતાં. તેને મુકીને પરત ફરતાં હતાં ત્યારે પૂર ઝડપે પસાર થતાં એક ડમ્પર નં (GJ-21V-5946)ના ચાલકે વિવેકને અડફેટમાં લેતા તેના શરીરે ગંભીર ઈજા પહોંચતા વિવેકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કામરેજ પોલીસ સ્ટેશનમાં રમેશગીરી લવિંગગીરી ગૌસ્વામીનાઓએ ફરિયાદ નોંધાવતાં કામરેજ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કામરેજમાં ડમ્પરે 13 વર્ષીય બાળકને અડફેટમાં લેતાં મોત

અન્ય સમાચારો પણ છે...