પહેલા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેનાલમાં પાણીમાં કૂદી પડયા હતા. કમનસીબે કેનાલમાં પાણીમાં પ્રમાણ વધુ હોય ત્રણે મિત્રો પાણીમાં ડૂબી ગયા હોવાનો બનાવ નોંધાયો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરોએ કેનાલમાં ડૂબેલ ત્રણ કિશોરોની શોધખોળ શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરના વરાછારોડ વિસ્તારમાં રહેતા 8 મિત્રો નજીક આવેલ જી.જી.ઝડપીયા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા.અને રવિવારના દિવસે સ્કૂલની રજા હોવાથી બધા મિત્રોએ ભેગા થઇ કામરેજ તાલુકાના ઘલુડી ગામે આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું નક્કી કર્યું હતું।તેઓ બાઈક પર સવાર થઇ ઘલુડી જવા નીકળયા હતા.એમને ઘલુડી ગામના રસ્તા બાબતે જાણકારી ન હોય એઓ બાઈક સાથે શેખપુર ગામ તરફ નીકળી ગયા હતા.શેખપુર ગામે રસ્તાની જાણકારી મેળવી એઓ ઘલુડી જવા નીકળયા હતા.એજ સમયે રસ્તામાં શેખપુર ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા કેનાલમાં કેટલાક મિત્રો હાથ પગ ધોવા માટે રોકાયા હતા.આ પૈકીનો એક મિત્ર કેનાલના પાણીમાં હાથ પગ ધોઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનો પગ લપસતાં એ કેનાલના ધસમસતા પાણીમાં ડૂબવા માંડ્યો હતો. આ દ્રશ્ય નિહાળી એમની સાથે આવેલ બે મિત્રો પણ પોતાના મિત્રને બચાવવા માટે કેનાલના પાણીમાં ઝંપલાવ્યુ હતું। જોકે પાણીનો પ્રવાહ ઘણો વધારે હોય અને એમને તરતા પણ આવડતું ન હોય ત્રણે મિત્રો ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.આ બનાવ બાદ ત્યાં ઉપસ્થિત અન્ય મિત્રોએ બુમાબમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા.જોકે પાણીમાં વહેણમાં ડૂબી ગયેલ ત્રણે મિત્રોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા અમરોલી અને કોસાડનો ફાયર બ્રિગેડનો સટાફ ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલ ત્રણે કિશોરોની કેનાલના પાણીમાં શોધખોળ શરુ કરી હતી. આ લખાય રહ્યું છે ત્યાં સુધી પાણીમાં ડૂબી ગયેલ કિશોરોની કોઈ ભાળ મળી ન હતી. આ બનાવની જાણકારી થતા જ ડૂબી ગયેલ કિશોરોના પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચી ભારે કલ્પાંત કરતા નજરે પડયા હતા. રાત્રિનો સમય હોય હાલમાં શોધખોળની કામગીરી ધીરી પડી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ફરવા ગયેલ 8 પૈકીના અન્ય પાંચ મિત્રો

1. ઋત્વિક પિયુષભાઇ પટેલ (18) રહે.સરથાણા જકાતનાકા, સુરત

2. બ્રીજેશ સુરેશભાઈ સાવલીયા (19) રહે. કઠોદરા, સુરત

3. નીરજકુમાર તેજાણી (18) રહે. હીરાબાગ, સુરત

4. દીપકુમાર પટેલ (18) રહે, વરાછા, સુરત

5. સોહીતકુમાર અજોડીયા (18) રહે, વરાછા, સુરત

રસ્તાથી અજાણ કિશોરો ભુલવશ કેનાલ પાસે પહોંચી ગયા હતા

સુરત ખાતે રહેતા 8 મિત્રો રજાના દિવસની મજા માણવા માટે બાઈક પાર સવાર થઇ કામરેજના ઘલુડી ગામે આવેલ હનુમાન મંદિરે દર્શન કરવા નીકળયા હતા જોકે આ મિત્રો મંદિરે જવાના રસ્તાની કોઈ જાણકારી ન હોવાથી તેઓ શેખપુર ગામ તરફ પહોચી ગયા હતા. ગામથી આગળ વધતા રોડનું કામ ચાલુ હોય રોડ બંધ હોવાથી તયાંથી તેઓ પરત ફર્યા હતા અને ત્યાર બાદ આજ માર્ગ પર આવતી કેનાલના પાણી જોઈ તેઓ પાણીમાં હાથ પગ ધોવા રોકાયા હતા અને આ દુર્ઘટના સર્જાય હતી.

મહુવા માઈનોર નહેરમાં...

પડતા ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચાલુ વર્ષે પણ 50 દિવસ સુધી બંધ રહેલ નહેરમાં પાણી છોડવામાં આવતા ગત ગુરુવારે ઢૂંઢેસા ગામ નજીક એકવેડેકમાં મોટું ભંગાણ પડ્યું હતું જે ભંગાણના સ્થળે તંત્ર દ્વારા કામ ચલાઉ માટી નાંખી રીપેર કરી શુક્રવારથી પાણી છોડવાનું શરુ કરાયું હતું। માઈનોરના સિમેન્ટ કોન્ક્રીટના કામમાં વેઠ ઉતારવામાં આવી હોય હાલ કેનાલમાં પાણી શરુ કરવામાં આવતા જ સીસી અસ્તરમાંથી પાણી બહાર ઝરી રહ્યું છે. એ ઉપરાંત માઈનોરના એકવેડેકના જોઈન્ટમાં પણ મોટી મોટી તિરાડો પડી ગઈ હોય કેનાલમાં ટૂંક સમયમાં પાંચમી વખત ભંગાણ પાડવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

વ્યારા ખાતે સરકારી...

સુવિધા વધારવા તેમજ અનાજના કાળાબજાર અટકાવવાના ભાગરૂપે ઓનલાઈન કુપન પદ્ધતિ શરૂ કરી હતી. આ પદ્ધતિમાં ગ્રાહકો દુકાન પર પહોંચી પોતાની ફિંગર પ્રિન્ટ આપી બાદમાં અનાજનો જથ્થો મેળવી શકે એ રીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.જોકે સરકારની આ સુવિધા તાપી જિલ્લાના વ્યારા નગર અને તાલુકા ખાતે માથાનો દુઃખાવા સમાન બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસ થી વ્યારા નગર ખાતે આવેલી મોટા ભાગની સરકારી અનાજની દુકાનોમાં સરકાર દ્વારા લેપટોપમાં ફીટ કરવામાં આવેલા સોફ્ટવેર પ્રોગ્રામ અને ફિંગરપ્રિન્ટની સમસ્યામાં ઘણો વધારો થયો હોય ગ્રાહકોની કુપન ન નીકળતા અનાજ મળતું નથી જેના કારણે ગરીબ પરિવારો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.

છેલ્લા પાનાનું અનુસંધાન