• Gujarati News
  • વાહન અડફેટે એકનું મોત

વાહન અડફેટે એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ |વલથાણ ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 8 પર અજાણ્યા વાહન અડફટે અજાણ્યા ઈસમનુ શનિવારના રોજ રાત્રીના મોત નીપજયુ હતુ. કામરેજ તાલુકાના વલથાણ ગામની હદમાં નેશનલ હાઈવે નંબર-8 પર અમદાવાદ મુંબઈ રોડ પર શનિવારના રોજ રાત્રીના 8.15 કલાકે અજાણ્યા ઈસમને અજાણ્યા વાહને અડફટમાં લેતા કરૂણ મોત નીપજયુ હતુ. હસમુખભાઈ પટેલે રોડ પર લાશ પડેલી જોતા કામરેજ પોલીસને જાણ કરતા ઉંભેળ બીટના જમાદાર પ્રકાશભાઈ મોરે ઘટના સ્થળે દોડી જઈ અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.મરનાર ઈસમે કમરે કાળા રંગનુ પેન્ટ પહેર્યું હતુ.