તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેડૂતની ચોરાયેલી બેંક પાસબુક અને ખાલી થેલી કામરેજથી મળી

ખેડૂતની ચોરાયેલી બેંક પાસબુક અને ખાલી થેલી કામરેજથી મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરના લીમડાચોકમાંથી મોટરસાઈકલની ડીકીમાંથી 3 લાખ રોકડા અને બેંક પાસબુકો સાથેની થેલીની બે અજાણ્યા ઈસમો ચોરી કરી ભાગી ગયા હતાં. જે થેલી ઘટનાને બે દિવસ બાદ કામરેજના ખોલવડ ગામની સીમમાંથી બુધવારે મળી વી હતી. બેંકની પાસબુકો મળી આવી છે. જોકે, બારડોલી પોલીસ ચોર ઈસમો ચોરી કરી ભાગાયા બાદ કયા રસ્તે ભાગ્યા હતાં જે ઘનટાને ત્રીજા દિવસે પણ જાણી શકી નથી.

સોમવારે બપોરના બારડોલી પોલીસ મથકની પાછળ લીમડાચોક ચાર રસ્તા પરથી ખરવાસા ગામના ખેડૂત વૃદ્ધ દંપતિની બાઈકની ડીકીમાંથી 3 લાખ રોકડા રૂપિયા અને બેંક પાસ બુકની સામેની થેલી બે અજાણ્યા ઈસમો ચોરી જવાની ઘટના બની હતી જેમાં બારડોલી પીઆઈ વી. એ. દેસાઈએ તપાસનો દોર હાથ ધરતાં વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજો તેમજ નિવેદનો લીધા હતાં. ફૂટેજમાં બે અજાણ્યા ઈસમો મોટરસાઈકલ સાથે કેદ થયા હતાં. જેમાં ડીસ્કવર બાઈક હોવાનું સ્પષ્ટ થાય છે. પરંતુ બંને ઈસમોની ઓળખ થઈ શકે તેમ નથી. ચોરી કર્યા બાદ લીમડાચોક ચાર રસ્તા પરથી બંને ઈસમો બાઈક પર રોંગ સાઈડમાં હંકારી નગરમાંથી ભાગાયા હતાં. હનુમાન ગલી વિસ્તારનો આંતરિક રસ્તો હોવાથી શાસ્ત્રીરોડ થઈ ભાગ્યા હોવાની આશંકા ઢડ બની છે. જેનું કારણ ઘટનાને બે દિવસ બાદ કામરેજના ખોલવડની સીમમાંથી ખેડૂતના ચોરાયેલી થેલી મળી આવી હતી.

ચોરોએ પહેલા બીજી બાઈકની ડીકી ખોલી

પોલીસેસીસીટીવી ફૂટેજ જોતા માની રહી છે. ચોર ઈસમો સુરતી જકાતનાકા તરફના માર્ગ પરથી આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંને ઈસમોએ પહેલા બીજી બાઈકની ડીકી ખોલી હતી. પરંતુ તેમાં કશુ હાથ લાગ્યું હતું. ત્યારબાદ ખેડૂતની ડીકીમાં હાથ માર્યો હોવાનું ફૂટેજમાં જોવા મળ્યું હતું.

બાઈકની ડીકીમાંથી 3 લાખ લઈ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...