• Gujarati News
  • કામરેજના મોરથાણા ગામે 1.74 લાખનો દારૂ પકડાયો

કામરેજના મોરથાણા ગામે 1.74 લાખનો દારૂ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનાતહેવારમાં દારૂની હેરાફેરી રોકવા માટે કામરેજ પોલીસે બાતમીના આધારે મોરથાણા ગામની હદમાં સોમવારના રોજ વહેલી સવારે ગૌચરમાંથી 1.74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈ ત્રણ ઈસમ નાસી છૂટ્યા હતાં.

હાલમાં દિવાળીના તહેવાર હોવાથી કામરેજ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે તથા સુરતના બુટલેગરો કામરેજની હદમાં દારૂની હેરાફેરી કરતાં હોય જે અંગે સોમવારના રોજ વહેલી સવારમાં કામરેજ પોલીસને બાતમી મળી હતી કે કારમેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં સેઢાવ જતા રોડ પર ગૌચરની જમીનમાં વિદેશી દારૂનો જથ્તો મોટી સંખ્યામાં ઉતર્યો હોવાની હકીકત પીએસઆઈ એલ. ડી. વાગડીયા તથા સ્ટાફે રેડ કરતાં પોલીસની જીપ જોઈ ત્રણે અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતાં.

ગૌચરમાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ કંપનીની 442 બોટલ કિંમત 1,74,560નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની તપાસ પીએસઆઈ એન. એમ. આહીર કરી રહ્યાં છે. જેને પગલે પોલીસે ભાગી છૂટેલા ત્રણેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.