• Gujarati News
  • કામરેજ :ભાદા ગામની હદમાં હિમ ચાર રસ્તા પાસે ઝાડની નીચે

કામરેજ :ભાદા ગામની હદમાં હિમ ચાર રસ્તા પાસે ઝાડની નીચે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ :ભાદા ગામની હદમાં હિમ ચાર રસ્તા પાસે ઝાડની નીચે મજૂરી કામ કરતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.રૂચ જિલ્લાના વાલીયા તાલુકાના તેતીયા ગામના રહેવાસી અને કામરેજ તાલુકાના ભાદા ગામમાં રહી અને છુટક મજૂરી કામ કરતા મગનભાઈ બીલડાભાઈ વસાવા (45) છેલ્લા દસ વર્ષથી છુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા.મગનભાઇ બે દિવસ અગાઉ ભાદા પટેલ ફળીયામાં રહેતા ઘનસુખભાઈ પટેલને ગામ જાઉ છું તેમ કહી પૈસા લઈને નીકળ્યા હતા.શુક્રવારના રોજ સવારમાં 6.00 કલાકે ભાદાથી ખોલવડ જતા રોડ પર હિમ સાર રસ્તા પાસે ઝાડ નીચેથી મૃતદેહ મળતા કામરેજ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો હતો.મરનારના મૃતદેહને વતનમાં મોકલવામાં આવ્યાે હતાે. ઘટનામાં પોલીસને પ્રાથમિક તપાસમાં મરનારનુ પુરૂ નામ મળ્યુ હતુ અને મૃતદેહ વતનમાં મોકલતા જાણવાં મળયું હતું.

ભાદા ગામ પાસેથી મજૂરનો મૃતદેહ મ‌ળ્યો