• Gujarati News
  • મુંબઈ અમદાવાદનેશનલ હાઈવે નંબર 8 પર ખોલવડ ગામના બસ સ્ટેન્ડ પાસે

મુંબઈ-અમદાવાદનેશનલ હાઈવે નંબર-8 પર ખોલવડ ગામના બસ સ્ટેન્ડ પાસે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ-અમદાવાદનેશનલ હાઈવે નંબર-8 પર ખોલવડ ગામના બસ સ્ટેન્ડ પાસે આગળ ચાલતી ટ્રકે બ્રેક મારતા પાછળ આવતી બીજી ટ્રક આગળની ટ્રકમાં ધુસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા થતા સારવાર માટે ખોલવડની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-8 પર મુંબઈ-અમદાવાદ રોડ પર બસ સ્ટેન્ડની સામે શુક્રવારના રોજ સવારમાં આશરે 9.00 કલાકે ખોલવડ ક્રોસીંગમાં આગળ ચાલતી પ્લેટ ભરેલી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી ટ્રક નંબર (આરજે-07જીએ-0455) ઘડાકેભેર અથડાતા ટ્રકનો કેબીનનો ભાગ દબાઈ જવાને કારણે ટ્રકની અંદર બેઠેલા ચાલક દેવારામ કષ્નારામ ચૌઘરી (22) તથા ક્લીનર હેમારામ મેવારામ ચૌઘરી(20) બન્ને (રહે. બાડમેર રાજસ્થાન)ને ગંભીર ઇજા પહોંચી હતી.

કેરેલાથી પાટણ જતી ટ્રકમાં સવાર ડ્રાઈવર અને કલીનરને ગંભીર ઈજા થતાં સારવાર માટે 108 એમ્બુલન્સમાં ખોલવડની દીનબંઘુ હોસ્પિટસમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કલીનર અને ચાલક ટ્રકની કેબીનમાં દબાઈ જતા એક કલાકની જહેમત બાદ બે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઘટના બનતા નેશનલ હાઈવે નંબર-8 પર ટ્રાફિક જામ થઈ જતા કામરેજ પોલીસે ટ્રાફિક દુર કર્યો હતો.

કેબીનમાં ફસાયેલા ડ્રાઇવર તથા કલાકની જહેમત બાદ ક્રેઇનની મદદ લઇ બહાર કઠાયા

ખોલવડ પાસે બે ટ્રક અથડાતા ચાલક અને કલીનરને ઈજા