• Gujarati News
  • National
  • કડોદરા પંથકમાં ભૂગર્ભનાં પાણી માર્ચના અંતમાં નીચા ઊતર્યા

કડોદરા પંથકમાં ભૂગર્ભનાં પાણી માર્ચના અંતમાં નીચા ઊતર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરેન્દ્રસિંહ બારડ | બારડોલી

હજુમાર્ચ મહિનાની પુરો થયો છે. એપ્રિલ મે અને જૂન માસ એમ અઢી મહિના જેટલા સમય ઉનાળોનો બાકી છે. પરંતુ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રી વટાવી ચૂક્યા છે અને કડોદરા વિસ્તારની આજુબાજુ આવેલ પલસાણા કામરેજ તાલુકાના કેટલાક ગામોમાં ભૂગર્ભ જળ નીચે જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. પાક બચાવા બોરમાં પાઈપ ઉંડા ઉતરી રહ્યાં છે.

સુરત જિલ્લાની પરિસ્થિતિ બદલાય રહી છે. હવે લીલાછમ હરિયાળા વિસ્તાર પણ પાણીની તંગી વેઠી રહ્યું છે. ખાસ કરીને પલસાણા અને કામરેજ તાલુકાના કડોદરા પંથકની આજુબાજુના ગામડામાં ખેતરમાં આવેલ બોરનું જળસ્તર નીચે જઈ રહ્યું છે. પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે. કોસમાડી, અંત્રોલી, ઓવિયાણ, લાડવી, વરેલી, વાંકાનેડા, જોળવા, ઉંભેળ વિસ્તારમાં ખેતરમાં આવેલ બોરનું પાણી અંદાજિત 5થી 10 ફૂટ નીચે જતુ રહેતા ખેડૂતો દોડતા થયા છે. ખેડૂતોને ચિંતા છે કે હજુ માર્ચ મહિનો પુરો થયો છે. હવે એપ્રિલ અને મે મહિનો પુરો થયો છે. હવે એપ્રિલ અને મે મહિના ઉપરાંત જૂન મહિના 20 તારીખ પછી ચોમોસુ સક્રીય થાય તેમ છે. ત્યાં સુધી જો પાણી ઉંડા જતા રહે તો મોટી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે. ખેડતો માટે તુલ બચાવવો મુશ્કેલ બને તેમ છે.

જોકે, નહેરનું રોટેશન આવે એટલા સમય બોર રિચાર્જ થઈ છે. પરંતુ ઔદ્યોગિક એકમોમાં જે પ્રમાણમાં ભૂગર્ભમાંથી પાણી ઉપયોગ થઈ રહ્યો છેતેને લઈ ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે. હાલમાં શાકભાજી અને શેરડીના પાકમાં મોટા પ્રમાણમાં પિયત કરવું પડે છે. પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે અને હિટવેવની સ્થિતિ સર્જાય તો ગંભીર સમસ્યા ઊભી થાય અને પાક બળી જવાની પણ શક્યતા છે. વિસ્તારમાં પણ પાણી સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી ઊભી થાય છે.

ખેતરમાં પાણીના સ્તર નીચે જતાં પાણીનો અભાવ.

વર્ષે વહેલા પાણી નીચે ગયા

^દરઉનાળામાં પાણીના સ્તર નીચે જાય છે અને સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી વધી છે. આમતો એપ્રિલ માસના 15 દિવસ પછી સ્થિતિ ઊભી થાય છે. પરંતુ હાલમાં તો માર્ચ મહિનાના અંતમાં સ્થિતિ ઊભી થઈ છે. અને આવનારા દિવસોમાં હજુ પણ પાણી નીચે જશે. > દિલીપભાઈપટેલ, ખેડૂત

ખેતરમાં આવેલ બોરનું પાણી નીચે ઊતરી જતા ઊભો પાક સુકાઈ રહ્યો છે

પલસાણા-કામરેજમાં વિકટ સ્થિતિ

કડોદરા,તાંતીથૈયા, જોળવા, વરેલી, અંત્રોલી વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. વિસ્તારની ફરતે આવેલ ગામડાઓમાં પાણીના સ્તર નીચા જઈ રહ્યાં છે. ચિંતાજનક બાબતે છે. ધીમેધીમે સ્થિતિ હવે બલેશ્વર, પલસાણા, બગુમરા જેવા ગામોમાં પણ ઉભી થઈ છે.

ખેડૂતોએ ખેતરમાં 5થી 10 ફૂટ પાઈપ ઉતારવાની ફરજ પડી

અન્ય સમાચારો પણ છે...