તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચોર્યાસી ટોલનાકા પાસેથી સુરત લઈ જવાતા 2.82 લાખના દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોર્યાસી ટોલનાકા પાસેથી સુરત લઈ જવાતા 2.82 લાખના દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોર્યાસીટોલનાકા પાસેથી સુરતની આરઆરસેલની ટીમે બાતમીના આઘારે શહાદા ખાતે ફોર વ્હીલ કારમાં દારૂ ભરીને સુરત લઈ જતા બે ઈસમને કુલ્લે 2, 82, 800ના દારૂ સહિત કુલ્લે 12,83,800નો મુદામાલ પકડાયો હતો.

પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર સહાદા તરફથી હુન્ડાઈ ક્રેટા ફોર વ્હીલ કાર નંબર (જીજે- 5 જેએમ- 3506)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલ છે જે બાતમીના આધારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા પર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી ક્રેટા કાર આવતા પોલીસે અટકાવતા કારના ચાલકે કાર પાછળ લઈને ભાગવા જતા ડીવાઈડર સાથે અથડાઈને ફસાઈ જતા કારમાંથી ઉતરી બન્ને ઈસમ ભાગવા જતા પગ લપસી જતા પટકાતા પોલીસે કાર નો ચાલક મોહમ્મદસલીમ અનવરભાઈ ફ્રુટવાલા તથા શોયેબ રફીક શેખ (બન્ને રહે-મોમાનવાડ નવસારી બજાર સુરત) બન્ને ઈસમ પકડાઈ ગયા હતા. કારમાં તપાસ કરતા ખાખી પુઠાના બોકસમાં વિદેશી દારૂનો જથ્થો અલગ-અલગ કંપનીનો મળી કુલ્લે 1500 નંગ કિંમત 2,82,800 તથા ફોર વ્હીલ કારની કિંમત 10,00,000 એક મોબાઈલ મળી કુલ્લે 12,83,800નો મુદામાલ પકડી પાડી બન્ને ઈસમની પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો સહાદા ખાતે આવેલા સ્વાગત બારમાંથી રાજુભાઈએ ભરાવ્યો હતો.જે દારૂ ભેરલી કાર અંકલેશ્વર થઈને નેશનલ હાઈવે નંબર 8 પર કામરેજ થઈને સુરત શહેરમાં રહેતા ગ્રાહક લીલુભાઈ (રહે-કતારગામ) અને દિપક (રહે-પુણા કુંભારીયા)ને આપવાનો હતો. જે અંગે પ્રોહીબીશન એકટ હેથળનો ગુનો નોંધી માલ ભરાવનાર તથા લેનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ગુનો નોંધી માલ ભરાવનાર તથા લેનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો