• Gujarati News
  • આંબોલી નજીક તાપી નદીમાંથી મહિલાની ડીકમ્પોઝ લાશ મળી

આંબોલી નજીક તાપી નદીમાંથી મહિલાની ડીકમ્પોઝ લાશ મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબોલીગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના નવા પુલ નીચેથી શુક્રવારે સવારે એક મહિલાનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકામાંથી પસાર થતી સુર્યપુત્રી તાપી નદીમાં શુક્રવારના રોજ સવારે 10.30 કલાકે આંબોલી ગામની સીમમાંથી નદીના નવા પુલ નીચેથી અજાણી મહિલાની લાશ મળી આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જેમાંથી ખોલવડ ગામમાં રાણી મહોલ્લામાં રહેતા સોહેલે કામરેજ પોલીસને જાણ કરતા જમાદાર ભગવાનભાઈ ઘટના સ્થળે દોડી આવી ડીકમ્પોઝ હાલતમાં મહિલાના મૃતદેહને પાણીમાંથી કઢાવીને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધાયો હતો.

મરનાર મહિલાએ શરીરે સફેદ કલરનુ ડીઝાઈન વાળુ ટોપ તથા કમરે કાળા રગનો જીન્સનો પેન્ટ અને કાળા રંગનો બેલ્ટ, બન્ને પગમાં સફેદ મોજા તથા ગળામાં કાળા-પીળા રંગની ઘાતુનુ મંગળસુત્ર, નાકમાં જડ, બુટ્ટી પહેરી હતી. જમણા હાથ પર એસ નામનુ અંગ્રેજી નામનુ છુંદણુ, બાજુ પર દિલનુ નિશાન તથા ડાબા હાથ પર એએસનું છુંદણું વંચાય છે. મહિલાનો મુતદેહ ત્રણ-ચાર દિવસ અગાઉનો હોવાનું પ્રાથમિક તબબકે પોલીસ અનુમાન લગાવી રહી છે. મરનાર મહિલા કોઈ સારા ઘરની હોવાનુ ઘટના સ્થળે ચર્ચાઈ રહ્યું હતું.