• Gujarati News
  • તેન ગામે મોટરસાઈકલ સ્લીપ થઇ જતા અચાનક આગ લાગી

તેન ગામે મોટરસાઈકલ સ્લીપ થઇ જતા અચાનક આગ લાગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના તેન ગામની સીમમાં નેહા નં 6 પર બપોરના સમયે બે યુવાનો મોટરસાઈકલ પર પસાર થઈ રહ્યાં હતાં ત્યારે મોટરસાઈકલ સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઈકલની ટાંકી ફાટી જતાં અચાનક આગ લાગતાં બંને યુવાનો દાઝી ગયા હતાં. અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતાં. જોકે, મોટરસાઈકલ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આહવા ડાંગના કાંગળીયામાળ ગામે રહેતા ગણેશ નવસુભાઈ પવાર (22) અને સંજય બુદ્ધદેવ પવાર (22) બારડોલી સુગર ફેક્ટરીમાં શેરડી કાપવાની મજૂરી કામે આવ્યા હતાં. છેલ્લા પડાવ કામરેજ તાલુકાના દેવધ ગામે હતો. હાલ ફેક્ટરી બંધ થઈ હોવાથી શુક્રવારે સવારે મોટરસાઈકલ નં (GJ-15AF-1870) પર બંને યુવાનો નીકળ્યા હતાં. બપોરના સમયે બારડોલી તાલુકાના તેન ગામે નેહા નં 6 પરથી પસાર થતાં હતાં. ત્યારે અચાનક મોટરસાઈલ સ્લીપ થઈ ગઈ હતી. અને મોટરસાઈકલ ઘસડાતા ટાંકી ફાટી જવાથી અચાનક આગ લાગી હતી. જેના કારણે મોટરસાઈકલ સવાર બંને યુવાનો હાથ પગે દાઝી ગયા હતાં. અને શરીરે ઈજા પણ થઈ હતી. જેથી બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

મોટરસાઈકલમાં આગના કારણે પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર અધિકારી પી. બી. ગઢવી સ્ટાફ સાથે મીની ફાયર ફાયટર સાથે પહોંચી જઈ મોટરસાઈકલની આગ ઓલવી હતી. જોકે, આગમાં મોટરસાયકલ બળી જવાથી નુકસાન થયું હતું.