તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયાની JNP કંપનીમાંથી ~20 લાખનું કેટલીસ ચોરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડીયાજી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલી જે.એન.પી કંપનીમાંથી દવાના પ્રોડક્શનમાં ઉપયોગી એવા કિંમતી કેટલીસ નામનું પાઉડર ભરેલું કુલ 20 લાખ રૂપિયાની મત્તાનું ડ્રમ ચોરી કરી ગયા હતાં. સ્ટોર રૂમમાં મુકેલાં ડ્રમની ચોરી કરતા પહેલાં તસ્કરોએ સી.સી.ટીવી કેમેરાના કેબલ કાંપી નાંખ્યાં હતાં. ઝઘડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝગડીયા જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલાં પ્લોટ નં ૭૪૮/-૧ માં આવેલી જે.એન.પી કંપની પેરાસિટેમોલ ઇન્ટર મિડિએટર ( પેરાઓમાની ફિનોલ) નામની દવાનું ઉપાદન કરે છે. ગત તા ૧૭ સપ્ટેમ્બરના રોજ કંપનીના પ્રોડક્ટસમાં ઉપયોગી એવા કેટલીસ નામના પાવડરની ચોરી થઇ હતી. એક લાખ રૂપિયાનું એક કીલો કેટલીસ પાવડર આવતું હોવાને કારણે કંપની દ્વારા મોંઘાદાટ પાવડરનો કુલ 20 કિલોનો એટલે કે 20 લાખ રૂપિયાની મત્તાનો કેટલીસ પાવડર ભરેલું ડ્રમ સ્ટોર રૂમમાં મુક્યું હતું. કોઇ તસ્કર ટોળકીએ કંપનીના સ્ટોરરૂમમાંથી આખે આખું કેટલીસ ભરેલું ડ્રમ ચોરી કરી જતાં ભારે ચકચાર જાગી હતી. તસ્કર ટોળકીએ ચોરીને અંજામ આપતાં પહેલાં સ્ટોરરૂમના સીસીટીવી કેમેરાના કેબલ કાપી નાંખ્યાં હતાં. જેને કારણે સમગ્ર વારદાતને તસ્કરોએ ખુબ સિફતાઇ પુર્વક પાર પાડી હતી. ચોરી બાબતે કંપનીના મેનેજરે ઝગડીયા મથકમાં ફરીયાદ નોઘાવી છે જોકે ચોરીની સમગ્ર ઘટનાને ધ્યાનમાં લેતાં કોઇ જાણભેદુએ કેટલીસ પાવડરની ચોરી કરી હોવાનું લાગી રહ્યું છે. તસ્કરોએ પહેલાં સીસીટીવી કેમેરાના વાયરો કાપ્યાં હોઇ તેઓ સ્ટોર રૂમમાં સીસીટીવી કેમેરા ક્યાં લાગ્યાં છે તેનાંથી વાકેફ હોવાનું પોલીસ પ્રાથમિક તબક્કે માની રહી છે. જોકે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી તસ્કરોના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

કંપની પેરાએમોની ફિનોલ નામની દવાનું ઉત્પાદન કરે છે

તસ્કરોએ પહેલાં સીસીટીવીના કેબલ કાપ્યાં

અન્ય સમાચારો પણ છે...