તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • આયોજન | હજરત શાહ દાદા કયામુદ્દીન બાવાની દરગાહથી તા. 02 12 17 સંદલ શરીફનો જુલુસ નીકળશે

આયોજન | હજરત શાહ દાદા કયામુદ્દીન બાવાની દરગાહથી તા. 02/12/17 સંદલ શરીફનો જુલુસ નીકળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાતાલુકાના એકલબારા ગામે હિન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક સમાજ એકલબારા ગામની હજરત શાહ દાદા કયામુદ્દીન બાવા ચીરની દાદા સાહેબની ઉર્સ સંદલ મેળો તારીખ 02/12/2017 અને 03/12/2017 ના રોજ શનિવાર અને રવિવારે યોજાશે.

પાદરા તાલુકાના એકલબારા ગામે ઘેરગેર ગાયો પાળી અને એક સંપી તથા ભાઇચારાને બૌધ વર્ષોથી આપતા હજરત શાહ દાદા કયામુદ્દીન બાવાની દરગાહ ખાતે ઉર્સ મેળો તારીખ 02/12/17 ના રોજ 3.30 કલાકે પરંપરાગત સંદલ યોજાશે અ્ને સંદલ શરીફનો જુલુસ નીકળશે.

તારીખ 03/12/17 ના રોજ ઉર્સ મેળો યોજાશે. છેલ્લા ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં મુસ્લીમ બિરાદરો તથા હિન્દુ પ્રજાજનો એકઠા થઇને ઇબાદત તથા પ્રાર્થના કરે છે. ઉર્સ કોમી એકતા માનવતા, આસ્થા સદભાવના પ્રેમનુ બેનમુન નિશાન સમાન બની રહી છે. હાલના સજ્જાદા પીર સૈયદ હાજી કદીરૂદીન કયામુદીન ચિશ્તી સાહેબની પધરામણી થશે.

પીર સૈયદ હાજી કહીરૂદીન કયામુદીન ચિશ્તી સાહેબ માંગરોતની ગાદીવાળા સજ્જાના નશીત એકલબારા ગાદી પધારશે. જનાબ સૈયદ પીર રફીકુદીન કયામુદીન ચિશ્તી માંગરોલની ગાદીવાળા સજ્જાદા નશીન ઝઘડીયા ગાડી પણ પધારશે.

હાજી પીર સૈયદ કયામુદીન ચિશ્તી સાહેબની એકલબારા ગાદી. -ચિંતનગાંધી

પાદરાના એકલબારા ગામે ઉર્સ મેળો યોજાશે

અન્ય સમાચારો પણ છે...