તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • પ્રસંગમાં ડીજે વધારે સમય માટે વગાડવા મુદ્દે બે યુવાન પર હૂમલો

પ્રસંગમાં ડીજે વધારે સમય માટે વગાડવા મુદ્દે બે યુવાન પર હૂમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડિયાતાલુકાના સેલોદ ગામે બાબરીના પ્રસંગમાં વઘારે સમય માટે ડી.જે વગાડવાના મુદ્દે ડી.જે સંચાલકને ચાર થી વઘુ માણસોએ ભેગા થઇ માર મારી જાનથી મારી નાખંવાની ઘમકી આપતા ઝગડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંઘાઇ છે.

ઝગડીયામાં રહેતા ભવદીપ વસાવા અભ્યાસ સાથે ડીજે વગાડવાનો વ્યવસાય કરે છે. ગત રોજ સેલોદ ગામે ભાવેશ વસાવા નામના ઇસમના સંબંઘીના ઘરે બાબરી હોઈ ડીજે વગાડવા તેની ટીમ સાથે ગયો હતો. બપોરે દોઢ વાગ્યા સુઘી વગાડવાનો સમય નકકી થયો હોવા છતા 3 સુઘી તેમણે ડી.જે વગાડ્યુ હતું. તેમ છતાં વઘુ સમય વગાડવાની જીદ કરતા ભવદીપ વસાવાએના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલ રણજીત ચંદુ વસાવાએ ઝપાઝપી કરી પટ્ટા વડે તથા ઢીકાપાટુંનો મારમારી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી. જેથી તેણે ઝગડીયા પોલીસ મથકમાં રણજીત ચંદુ વસાવા તથા દિનેશ વસાવા વિરૂઘ્ઘ ઝગડિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંઘાવી છે.

ઝઘડિયાના સેલોદ ગામે બનાવ બન્યો હતો

અન્ય સમાચારો પણ છે...