તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપારડીની ડી.પી. શાહ હાઇ.માં વાલી સંમેલન મળ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપારડીવિભાગ કેળવણી મંડળ સંચાલિત શાળા માં વાલી સંમેલન વાલી સંમેલનમાં શાળાનો શિક્ષણ ચિતાર આપ્યો હતો. નવા સત્રથી ઘણા ફેરફાર શાળા માં થશે, અને તે માટે વાલીઓને માહિતગાર કર્યા હતા. કેળવણી મંડળમાં શીશુ 1 થી 3, 4 થી 6, 7 થી 8 એમ કુલ ત્રણ અલગ અલગ વિભાગમાં શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે અલગ અલગ વિભાગમાં વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમજ હાજર રહેલા વાલીઓને મંડળ તરફથી જણાવેલ કે શાળા માં આપના બાળકો રેગ્યુલર મોકલો અને શાળાએથી ઘરે આવે ત્યારે શાળામાંથી આપેલ લેશન કે વાંચન શું છે તે બાબતે પણ શાળા સંચાલકો દ્વારા વાલીઓને ધ્યાન રાખવા માટે જણાવવામાં આવેલ હતું. તથા રાજપારડીના રોહિતભાઇએ શાળાનો ચિતાર આપ્યો હતો. શાળાની સ્થાપના કયારે થઇ અને અત્યારે શાળા માં શું ફેરફાર કરાયા છે તે બાબતે ચિતાર આપ્યો હતો તથા ખાસ વાલીઓને જણાવ્યું હતુ કે હમણાં વાલીઓ દેખાદેખી કરવા માટે ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મોકલેલ છે.

અન્ય સમાચારો પણ છે...