• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • બેદરકારી | નવી વસાહત અને જુના ગામને જોડતુ ગરનાળુ રેલવે તંત્રની નિષ્કાળજીને કારણે પાણીમાં ગરકાવ

બેદરકારી | નવી વસાહત અને જુના ગામને જોડતુ ગરનાળુ રેલવે તંત્રની નિષ્કાળજીને કારણે પાણીમાં ગરકાવ થતાંગામલોકો મુશ્કેલીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકાના સારસા ગામે ગામના પ્રવેશ કરવાના રસ્તા પર રેલ્વે તંત્ર દ્વારા ગરનાળુ બનાવાયુ છે. જેમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થતાં ગામમાં અવર જવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

સારસા ગામ રેલ્વે લાઇનની બન્ને તરફ વસેલુ છે. એક તરફ જુનુ ગામ અને બીજી તરફ નવી વસાહત આવેલી છે. ગામ લોકોનુ માનીએ તો નવીવસાહતમાંથી નાના ભુલકાઓને ગામમાં આવેલી શાળામાં અભ્યાસ માટે અવર જવર કરવી પડે છે. જુના ગામ તરફથી પણ લોકોને રાજપારડી ગામે પોતાના કામો માટે રોજબરોજની અાવન જાવન કરવી પડે છે.આ ગરનાળામાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા નહિ કરાતા વારંવાર પાણીનો ભરાવો થાય છે.જેથી રેલ્વે તંત્ર દ્વારા તાકીદે વરસાદી પાણીના નિકાલમાટે જરૂરી પગલા ભરે તેવી ગામજનોએ માંગ કરી છે.

સારસા ગામે પ્રવેશ કરવાના રસ્તા પર રેલ્વે તંત્ર દ્વારા ગરનાળુ બનાવ્યુ છે. જે ચોમાસામાં વરસાદી પાણીથી ભરાઈ જાય છે.

સારસા ગામે રેલ્વે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો

અન્ય સમાચારો પણ છે...