• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • ઝઘડિયા |ઝઘડિયાના રાણીપુરા ગામના નિકુલ નામના યુવાને પોતાના શરીર પર

ઝઘડિયા |ઝઘડિયાના રાણીપુરા ગામના નિકુલ નામના યુવાને પોતાના શરીર પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા |ઝઘડિયાના રાણીપુરા ગામના નિકુલ નામના યુવાને પોતાના શરીર પર જવારા રોપી ઉપવાસ કર્યો છે.તે દશ દિવસથી રોજનું ફકત બે ચમચી જેટલુ પાણી લે છે અને જયારથી પોતાના શરીર પર જવારા રોપ્યા છે ત્યારથી સુતેલી અવસ્થામાં છે. નિકુલ માતાજીનો ભગત છે પોતાના ઘરે અવારનવાર આવતા ઉત્સવો તે પોતાના ઘરે ઉજવે છે. ચાલુ સાલે તેણે એવો પ્રણ લીધો હતો કે તે પોતાના શરીર પર જવારા ઉગાડશે. જેના માટે તેણે દશામાંના વ્રતના પાંચ દિવસ અગાઉથી ઉપવાસ શરૂ કર્યા હતા. તા.23મીથી શરીર પર (પેટના ભાગે ) જવારા રોપ્યા હતા. સતત સુતેલા રહી દિવસના ફકત બે ચમચી પાણી પી ઉપવાસ રાખ્યા છે.

રાણીપુરા ગામના યુવાનની અનોખી માઇ ભકિત શરીર પર જવારા રોપી ઉપવાસ કર્યો

અન્ય સમાચારો પણ છે...