તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસનાવી ખાતે મારામારીમાં 2 યુવાનોના માથા ફૂટયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝગડીયાતાલુકાના અશનાવી ગામે આગામી સપ્તાહે યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારોને સહકાર આપવાની બાબતમાં એક પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઇ છે. મારામારી માં પરીવાર બહારના બે યુવકોના માથા ફુટયા છે બન્ને ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મારામારી કરનાર બન્ને પક્ષોએ ઝગડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોધાઇ છે.

પ્રથમ ફરીયાદમાં શૈલીબેન મેલસીંગ વસાવાએ જણાવ્યુ કે સામા પક્ષના સરંચનાના ઉમેદવાર રેવાબેન ભોલાભાઇ વસાવાની ગામમાં રેલી આવી હતી ત્યારે તેમના પાડોશી અને પરિવારના નરેન્દ્ર વસાવા,રતિલાલ વસાવા,દિલીપ વસાવા,ભગુ વસાવા,હાર્દિક વસાવા, રામુ વસાવા, રોહિત વસાવા,નારણ વસાવા, કિશન વસાવા,ભોલા વસાવા અને દલપત વસાવાનાઓ આવેલ અને તમે કે સરંચ ના ઉમેદવાર દિવ્યાબેનને સર્પોટ કરો છો અમને કેમ સર્પોટ કરતા નથી તેમ કહી પત્થર મારતા ભાવેશ અંબાલાલને ઇજા પહોંચી હતી.

અન્ય ફરિયાદમાં શૈલીબેન તથા રાયનીબેન ગમે તેવી ગાળો બોલી કહેતા હતાં કે તારા ઘરવાળાને દશ દિવસમાં જાનથી મારી નાંખીશું તેમ કહી ઘર પર પત્થર મરો કર્યો હતો જેમાં અતુલ નરેશ વસાવા માથાના ભાગે પત્થર વાગતા લોહી નિકળી ઇજાઓ થઇ હતી. બંને પક્ષોને સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી : ઈજાગ્રસ્તનો હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ઝઘડિયાના તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ઉમેદવારોને સહકાર આપવા બાબતે એક પરિવારના સભ્યો વચ્ચે મારામારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો