તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપારડીના મેળામાં પોલીસ કોન્સટેબલ પર હિંસક હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયાતાલુકાના રાજપારડી ખાતે સમા પાંચમના રોજ યોજાયેલા પરંપરાગત મેળામાં પોલીસ કોન્સ્ટેબલ સાથે પાર્કિગની બાબતની રીસ રાખી તેના પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ પોલીસ કોન્સ્ટેબલના ખિસ્સામાંથી મોબાઇલ ઝુટવી જમીન પર પટકી નાંખી તોડી નાખ્યો હતો. પોલીસ કોનસ્ટેબલે બે મહિલાઓ સહિત 5 આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સુત્રિય માહિતી અનુસાર રાજપારડી પોલીસ સ્ટેશનના કોન્સટેબલ આનંદભાઇ વિનોદભાઇ સારસા ખાતે પરંપરગત યોજાતા સામા પાંચમના મેળામાં ટ્રાફિક નિયમનમાં ફરજ બજાવી રહયાં હતાં. તે દરમ્યાનમાં એક મોટર સાયકલ પર આવેલાં યુવક અને યુવતીને મેળામાં ભીડ બહુ હોવાથી વાહન અન્ય સ્થળે પાર્ક કરવા માટે તેઓએ જણાવ્યું હતું. મોટરસાયકલ પર આવેલા યુવક યુવતીએ ટ્રાફિક પોલીસ કોન્સટેબલ સાથે ઝગડો કરી અસભ્ય વર્તન કર્યું હતું.

બાબતની રીસ રાખી સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ આનંદ રાજપારડી ચાર રસ્તા ફરજ પર હતો . દરમિયાનમાં પાર્કિગ બાબતે બોલાચાલી વાળા ઇસમો તેના સાગરિતોને લઇ આવી ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. પૈકી એક મહિલાએ કોનસ્ટેબલના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફોન ઝુટવી લઇ જમીન પર પટકી તોડી નાખ્યો હતો અને ત્યાથી ફરાર થઇ ગયા હતાં.

પોલીસ કોન્સ્ટેબલ આનંદ વિનોદભાઇએ માનીયમ સંજય વસાવા, માર્ટીન સંજય વસાવા, સંજય ઇશ્વર વસાવા, શીતલ સંજય વસાવા અને કિંતુ સંજય વસાવા વિરૂધ્ધ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવાનો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

વાહન પાર્ક કરવા બાબતે મામલો બિચકયો હતો

બે મહિલા સહિત 5 આરોપીઓ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો