તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડિયાના ખરચી ગામમાં યુવાનના હત્યાની તપાસ FSLને સોંપાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયાતાલુકામાં આવેલાં ખરચી ગામે બનેલી ઘટનામાં ઉંડાણપુર્વકની તપાસ પોલીસે હાથ ધરી છે. યુવાનની હત્યાના આરોપસર 10 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે ચુંટણીની અદાવતમાં મામલો ગરમાયો હોવાની વાતને લઇને અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. જેને પગલે પોલીસે તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.

ઝગડીયા તાલુકાના ખરચી ગામે ગ્રામ પંચાયતની ચુટણી ની અદાવતમાં ઘરને આગ લગાડી દેતાં આગજનીમાં આસપાસના અન્ય ત્રણ મકાનો પણ ચપેટમાં આવી જતાં ચાર ઘરોને ભારે નુકશાન થયું હતું. રાત્રીના 3 કલાકના અરસામાં બનેલી આગજનીની ઘટનામાં આગ ઓલવવા આવેલાં યુવાનનું મૃત્યુ થતાં તેની ઉપર 10 જેટલાં લોકોએ હૂમલો કરી તેના માથામાં લાકડી ના સપાટા મારી ઇજાઓ પહોચાડતા મોત નિપજયું હોવાની રાવ સાથે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવને પગલે પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેના રિપોર્ટની રાહ જોઇ રહી છે. ત્યારે આજે શુક્રવારે ખરચી ગામે બનેલી સમગ્ર ઘટનામાં ઉંડાણપુર્વકની તપાસને લઇને એફ.એસ.એલ ની આવી પહોંચી હતી. એફએસએલની ટીમે ઘટના સ્થળે વિવિધ નમુનાઓ લેવા સહિત અન્ય તપાસ કરી હતી.

યુવાનની હત્યાના આરોપસર 10 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે

ગામમાં ભારેલાં અગ્નિ જેવા માહોલને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો