તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયામાં મંડળીની સભા ઉચાપત મુદ્દે તોફાની બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાસહકારી મંડળની મંગળવારે મળનારી સામાન્ય સભા મેનેજરે કરેલી કરોડોની ઉચાપતનાં મુદ્દે તોફાની બનવાની શકયતા છે. મેનેજરે કરેલી કરોડોની ખાયકીમાં 5 ડિરેકટરો પર સભાસદો ગાજ વરસાવી ઉઘડો લે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

ઝગડીયા સહકારી મંડળીની મંગળવારે બપોરે 2 કલાકે મળનારી વાર્ષિક સાઘારણ સભામાં મંડળી ના મેનેજર ઘ્વારા કરવામાં આવેલા રૂ. 1,17,99,023 ની ઉચાપત ઉપરાંત

...અનુસંધાન પાના નં.3

રિકરીંગ ખાતાની લાખોની ઉચાપત બાબતના પ્રશ્નો મુખ્ય રહશે. મંડળીના સ્થાપક અને પુર્વ પ્રમુખ ભીખાભાઇ છોટાભાઇ પટેલ ઘ્વારા ઉચાપતની શંકાના આઘારે સ્પેશ્યલ ઓડીટની માંગના રીર્પોટમાં મેનેજર ઘ્વારા કરોડોની ઉચાપત બહાર આવી હતી.

કૌભાંડમની તપાસમાં ડેઇલી રિકરીંગની લાખોની ઉચાપતનો ફણગો પણ ફૂટયો છે. સ્પેશયલ ઓડીટ ના કારણે મંડળીની વાર્ષિક સાઘારણ સભા અગાઉ યોજાઇ હતી. કરોડોની ઉચાપત બાબતે જવાબદાર બોર્ડ ઓફ ડિરેકટર્સે સભાસદો વચ્ચેની સભા તોફાની બની રહેવાના એઘાણ વર્તાય રહયા છે. મંડળી ના સંચાલકો ઘ્વારા ઉચાપત જેવી ઘટનાને સમયસર બહાર નહી પાડવા તથા તે સંદર્ભે સ્પેશયલ ઓડીટ ના રીર્પોટ બાદ પણ જવાબદાર મંડળીના મેનેજરો વિરૂઘ્ઘ પોલીસ ફરીયાદ કરવામાં પણ વિલંબ કરવાના કારણોનો પણ સભાસદોને જવાબ આપવો પડશે.

એક ડિરેકટરે ફરિયાદ પહેલા થાપણો ઉપાડી

મંડળીનાં5 બોર્ડ ઓફ ડિરેટકર પૈકી એક ડિરેકટરે મેનેજર અલોક શાહ સામે ઉચાપતની ફરિયાદ થાય તે પહેલા પોતાની પાકતી થાપણો ઉપાડી લીધી હતી. મંડળીનાં અસ્તિત્વ બાબતે ડિરેકટરને શંકા હોય ત્યારે સામાન્ય સભાસદ હવે કઇ રીતે વિશ્વાસ મૂકે તેવા વેધક સવાલ સાથે સભાસદોરમાં રોષ ભભૂકી ઉઠયો છે.

સભાસદો આક્રમક બન્યા હોવાની ચર્ચા

ઉચાપતમાં 5 ડિરેકટરો પર સભાસદોની ગાજ વરસશે

અન્ય સમાચારો પણ છે...