તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરા તાલુકામાં ‌~1600 લાખના ખર્ચે 20 ગામોના રસ્તા બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રીગ્રામ સડક યોજના હેઠળ નોન પ્લાન કાચા રસ્તાથી પાકા રસ્તાના બાંધકામની આઈટમ હેઠળ પાદરા ધારાસભ્ય દીનુમામાએ પાદરાના ગામોના કામો અંગે રસ્તા મંજૂર કરવા મંત્રી નિતિન પટેલને માર્ગ મકાન વિભાગને પાદરા ધારાસભ્ય દીનુમામાએ રજૂઆત કરી હતી. મંત્રી નિતિન પટેલે મંજૂર કરતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. પાદરાના નોન પ્લાન રસ્તાઓની સંકલીત દરખાસ્ત રજૂ કરાઈ હતી. દીનુમામા સદર રજૂઆતમાં 26 રસ્તા માટે રજૂઆત કરાઈ હતી. જે પૈકી 21 રસ્તા માટે અગ્રતા દર્સાવાયેલ છે. રજૂઆત હેઠળના રસ્તાઓમાં ગામથી ગામને જોડતા રસ્તા ગામથી પરાને જોડતા કે અન્ય પ્રકારના રસ્તાઓનો સમાવેશ થાય છે.

ગામથી ગામને જોડતા સાત નોન પ્લાન રસ્તાઓ લંબાઈ 18.70 કિલોમીટર છે. અંદાજીત રકમ 7.12 કરોડની છે. પાદરામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મુવાલથી કર્ણાકુવા રોડ નોન પ્લાન કાચી ત્રણ કીલોમીટર આંતી ભદારી રોડ નોન પ્લાન 1.90 કિ.મી. ખાંધાથી કરીયા રોડ નોન પ્લાન કાચી બે કિલોમીટર મુજપુર રેલાઈપુરા બસ સ્ટેશનથી નરસિંહપુરા ડબકા ગામને જોડતો રસ્તો નોન પ્લાન કાચી 1.50 કી.મી. ડબકા ગામેથી સોમજીપુરા ગામને જોડતો સરકારી નેળીયા રસ્તો વાદીલુપારા થઈ નોન પ્લાન કાચી 5.60 કી.મી. લુણા ગામથી જાસપુર ગામને જોડતો રસ્તો નોન પ્લાન કાચી 2.20 કી.મી. તિથોરથી દુધવાડા ગામ જોડતો રસ્તો નોન પ્લાન કાચી 2.50 કી.મી., મહુવડથી મુજપુર ડબકા રોડને જોડતો પાંચ માતાથી હરણમાળ ધોબીકુવા ગામને જોડતો કાચો રસ્તો એક કીલોમીટર, મુજપુર કેનાલથી એસજી તનવડી રોડ થઈ ઝઘડીયા પુરા ટીંબીપુરા ગામને 1.20 કી.મી. મુજપુર રેલાઈપુરાથી દરીયાપુરા હનુમાન નવગાથી દરિયાપુરા ગામને જોડતો રસ્તો 1.60 કી.મી. જાસપુર ધોબીકુવા ગામથી લુણા ગામને જોડતો રસ્તો બે કી.મી., જાસપુર આથમણાપુરાથી સનાભાઈ છીતાભાઈના અખાડાથઈ ઉમરાયા ગામને જોડતો રસ્તો, ઉમરાયા ગામથી મહુડીવાળી નળીથઈ લુણા ગામને જોડતો રસ્તો, 2.40 કી.મી., ઉમરાયટા કેનાલ ચોકડીથી એકલબારા ગામને જોડતો રસ્તો, 2.50 કી.મી. ડબકા સુલતાનપુરાથઈ ડબકા ભાઠાને જોડતો અને 1.90 કી.મી. ચોકારી ગામથી વાયા સમ્રાટથી સાંઢા સોમજીપુરા ગામને જોડતો રસ્તો 2.40 કી.મી. ચોકારી ગામથી વાયા કૃષ્ણાનગરથી નવાપુરા પાવડા ગામને જોડતો 3.30 કી.મી. ચોકારી શાહપુર બસ સ્ટેન્ડથી મમતણ ગામને જોડતો રસ્તો 4.60 કી.મી. લુણા ગામથી વેણીયાપુરા ગામને જોડતો રસ્તો 1.60 કી.મી. છે.

પાદરાના ધારાસભ્યે પાકા રસ્તા બધવા રજૂઆત કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો