તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયા તાલુકામાં વરસાદના આગમનની સાથે વિજળીડુલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના લીમોદરા,મોટાસાંજા,રાણીપુરા,ઉચેડીયા,મુલદ ગોવાલી, નાનાસાંજા તથા ગુમાનદેવ જેવા ગામોમાં શુક્રવારે વહેલી સવારે તથા રવિવારે રાત્રે વરસાદની એન્ટ્રી સાથે વિજળી ડુલ થવાના બનાવો બન્યા હતાં. તથા ઠેર ઠેર ફોલ્ટની ઘટનાઓ બનવા પામી હતી.વરસાદની એન્ટ્રી સાથે વિજળી ગાયબ થઇ જવબ પામી હતી.

ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરીના વરસાદે ફયુઝ ઉડાડી દીઘા છે.તથા કામગીરી ફકત કાગળ પર થાય છે તે સાથ બહાર લાવી દીઘું છે. વિજળી ગાયબ થવાની સાથેજ ટાઉન તથા ગામડાઓમાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બે-ચા-પાંચ વૃક્ષોની ડાળીઓ કાપી પિમોન્સુન કામગીરી બતાવતા જવાબદાર અધિકારીઓની પણ તપાસ થવી જરૂરી બની છે. ચોમાસા દરમ્યાન પણ વારંવાર વિજળીના પ્રશ્નો ઉપસ્થીત થાય છે. ત્યારે આવી કામગીરી સામે લોકોનો અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આખી રાત સુધી જતી લાઇટોથી સ્થાનિક રહિશો પરેશાન થયા હતા

વરસાદની પ્રથમ એન્ટ્રીએ પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉભો કર્યો

અન્ય સમાચારો પણ છે...