• Gujarati News
  • અવિધામાં શ્રીમદ ભાગવત પારાયણ

અવિધામાં શ્રીમદ ભાગવત પારાયણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકાના અવિધા ગામે સ્વામીનારાયણ સત્સંગ સમાજ દ્વારા તથા ગામ સમસ્ત આયોજિત શ્રીમદ ભાગવત દશમસ્કંધ પંચ દિનાત્મક પારાયણમાં પ્રખર વકતા શાસ્ત્રી સ્વામી બીજુદાસજીએ અમૃતસભર વાણીથી ભાવિકજનોને રસ તરબોળ બનાવ્યા હતા.

કથા પ્રસંગ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, અન્નકુટોત્સવ, રાસલીલા તથા દરરોજ રાત્રે ભજન, કિર્તન સહિતના ઘાર્મિક કાર્યક્રમો યોજયા હતા. સમગ્ર માહોલ ભકિતસભર બનવા પામ્યો હતો. કથાના પૂર્ણાહુતિ સમયે વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની શોભાયાત્રા સાથે આગમન મોટી સંખ્યામાં સામ્યાઓ તથા હરીભકતો ઉમટયા હતા. તેમણે આશિર્વચન સાથે સત્સંગના મહિમાનું વર્ણન કરી હરીભકતોને ભગવાન સ્વામીનારાયણે દર્શાવેલા માર્ગે જીવન વ્યતિત કરવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હરીભકતો તથા ગ્રામજનો ભકિતમય બન્યા હતા.