તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • યોજાઇ | ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા , કેશ ગુંથન ,સાડી પરિધાન, આરતી શણગાર અને રંગોળી હરીફાઇ યો

યોજાઇ | ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા , કેશ ગુંથન ,સાડી પરિધાન, આરતી શણગાર અને રંગોળી હરીફાઇ યોજવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકાના રાજપારડી ખાતે અાવેલી ડી.પી.શાહ.વિધામંદિર હાઇસ્કુલમાં ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા , કેશ ગુંથન ,સાડી પરિધાન, આરતી શણગાર અને રંગોળી હરીફાઇ યોજવામાં આવી હતી જેમાં કુલ 80 છાત્રાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કેળવણી મંડળના પ્રમુખ સુનિલ પટેલ અને અર્જુનસિંહ અટોદરીયાના માર્ગદર્શન હેઠળ તમામ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. મહેંદી હરીફાઇમાં ખત્રી સાયમાબાનુ તથા પઠાણ મુસ્કાનબાનુ , કેશગુંથન હરીફાઈમાં પરમાર ક્રિતીકા તથા પરમાર ભાવિકા, રંગોળી હરીફાઈમાં રાજ વિભુતી તેમજ શણગાર હરીફાઈમાં પ્રાંકડા નમ્રતા, સાડી પરિધાન હરીફાઈમાં પઢિયાર રીટાને વિજેતા જાહેર કરાયા હતાં.

શાળા પરિવાર અને વાલીઓએ વિજેતા થયેલા બાળકોને અભિનંદન પાઠવીને તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

ડી.પી.શાહ વિદ્યામંદિરમાં વિવિધ હરિફાઇમાં ભાગ લેનાર વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યાં

રાજપારડી ખાતે અાવેલી ડી.પી.શાહ.વિધામંદિર હાઇસ્કુલમાં ગૌરીવ્રત નિમિત્તે વિવધ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તસવીર: ફારૂક ખત્રી

રાજપારડી શાળામાં ગૌરીવ્રતેે સ્પર્ધાઓ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...