તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી ઝઘડિયામાં હાટ બજાર શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયામાર્કેટ યાર્ડ ખાતે સોમવારી હાટ બજારનો આવતી કાલ તા.29મી ફેબ્રુઆરીના રોજથી બજાર ભરવાનું શરૂ કરવામાં આવશે. ઝઘડિયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝઘડિયા સોમવારી હાટ બજારનો શુભ આરંભ થશે. સોમવારી હાટ બજાર શરૂ થવાથી પ્રજાજનોને શાકભાજી, ફળફળાદી તથા અન્ય જીવન જરૂરી આયાત ચીજ વસ્તુઓ સસ્તા ભાવે મળી રહેશે. શાકભાજી પકવતા ખેડૂત પોતાની શાકભાજી સીધી ગ્રાહકને વેચાણ કરી પોષણક્ષમ ભાવો મેળવી શકશે. ખેડૂત મિત્રો અને ગ્રાહક મિત્રો વચ્ચે સીધી ખરીદ-વેચાણ થવાથી તમામને લાભ મળશે. દરેક વેપારી મિત્રો, ખેડૂત મિત્રો તેમજ ગ્રાહક મિત્રોને સોમવારી હાટ બજારનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સોમવારી હાટ બજાર માર્કેટ યાર્ડ ઝઘડિયા સ્ટેશન રોડ નવા એસ.ટી. ડેપો સામે રહેશે.હાટ બજારનો સમય સવારે 10થી સાંજે 5-30 સુધીનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...