તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક બ્રિગેડના જવાનની સર્તકતાથી મહિલાનો બચાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળામાંટ્રાફિક બ્રિગેડના જવાનોની સુચકતાથી મોટી હોનારત થતાં અટકી ગઇ હતી. સિવિલ હોસ્પિટલ પાસે વળાંક લેતી વેળા બસ ફૂટપાથ પર ચઢી કેબીન તરફ ધસી ગઇ હતી દ્શય જોઇ ત્યાં હાજર રહેલાં જવાને બુમ પાડી ડ્રાયવરને અવગત કરતાં તેણે બ્રેક મારી દીધી હતી. બસને આવતી જોઇ કેબિનમાં રહેલી મહીલાએ દોટ મુકતાં તેનો જીવ બચી ગયો હતો.

સિવિલ હોસ્પિટલના વળાંક પાસેના ફૂટપાથ પર એક મહિલા સીંગ ચણાની લારી ઉભી રાખી ગુજરાન ચલાવે છે.ગત રોજ સાંજના સમયે નજીકમાં આવેલી શાળાઓ છૂટવાના સમયે 5:00 વાગ્યાની આસપાસ ઝઘડિયા તરફ જઇ રહેલી એસટી બસના ચાલકે વળાંક કાપવા જતા વળાંક ના કપાયો અને ફૂટપાથ પર બસ ચઢાવી દીધી. બસ કેબીનમાં ઘૂસવાની તૈયારીમાં હતી ત્યાં હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સમય સૂચકતા વાપરી ચાલક ને અવગત કરતા ચાલકે તુરંત બ્રેક મારી બસ અટકાવી દીધી હતી.

બસને પોતાની તરફ આવતી જોઈ કેબીનમાં બેઠેલી મહિલા પણ ત્યાંથી ભાગી હતી. બસને એક બાજુ બ્રેક મારી તો બીજી બાજુ શાળાઓ પણ છૂટતાં માર્ગ પર છાત્રોની અવરજવર શરૂ થઇ ગઇ હતી. ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સમય સુચકતા ના વાપરી હોત તો મહિલા સહીત શાળા ના બાળકોને ઇજા થઇ હોત. જવાનોની સમયસુચકતાને કારણે રાજપીપળામાં મોટી હોનારત થતાં અટકી છે. આમ ટ્રાફિક બ્રિગેડના જવાનોની સુચકતાથી મોટી હોનારત થતાં અટકી જવા પામી હતી.

ડ્રાયવરે બસ ફૂટપાથ પર ચઢાવી દીધી હતી

રાજપીપળા સિવિલના ટર્નિંગ પાસેની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો